અમદાવાદ
ગુજરાતમાં નવી સરકાર આવી તે વખતથી જ બદલીનો ગંજીફો ચીંપાઈ રહ્યો છે.તેમાય હવે ચૂંટણી આવતા પોલીસ ખાતામાં બદલીઓનો દોર મોટા પાયે શરૂ થઈ ગયો છે.ત્યારે વધુ એક વખત પોલીસ બેડામાં મોટે પાયે બદલી કરવામાં આવી છે. એક જ શહેરમાં 3 વર્ષ કે તેથી વધુ સમય થયો હોય નહીં તો કોઈ વહીવટી કારણો આગળ ધરી એક સાથે બિન હથિયારધારી 43 પોલીસ ઇન્સ્પેક્ટર બદલી કરી દેવામાં આવી છે.ગુજરાતના DGPએ તાત્કાલિક ઓર્ડર કરી અલગ અલગ જિલ્લાના 43 પોલીસ ઇન્સ્પેક્ટરોને ટ્રાન્સફર કરી દીધા છે. મહત્વનું છે કે આ બદલી એ PI માટે કરવામાં આવી છે જે સતત 3 વર્ષ કે તેથી વધુ તે જિલ્લામાં ફરજ બજાવતા હતા કે પછી જાહેરહિતના અર્થે તેમની બદલી થઈ છે. આવી જ રીતે હવે આગળના સમયમાં પોલીસ સબ ઈન્સ્પેકટરની બદલીનો પણ અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગત 1 એપ્રિલના રોજ 88 PIની બદલી કરવામાં આવી હતી.
૪૩ બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર બદલીનું લીસ્ટ