રાજ્યમાં નહીં પણ દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે ગુજરાત સરકારે લાખો કર્મચારીઓ પેન્શનરોના મોંઘવારી ભથ્થાની ચુકવણીમાં ની જે જાહેરાત કરી તેમાં એક વર્ષ પૂર્ણ થવા આવી ગયું અને બીજા હપ્તા પણ ચડી ગયા છે. ત્યારે ‘મ’ નું નામ ‘મારી’ ન પાડતાં લાખો કર્મચારીઓ,પેન્શનરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બે હીતાનું ૬% મોંઘવારી ભથ્થુ સમયસર નહીં ચૂકવાતા કર્મચારીઓ અને પેન્શનરોમા રોષ છે. કોરોનાની મહામારી માં દવાનો ખર્ચ થી લઈને અનેક લોકો પાયમાલ થઇ ગયા છે. ત્યારે બાકી હતું તેમાં તેલના ભાવ અને મોંઘવારી એ જે માઝા મૂકી છે, તે જાેતા પેન્શનરો માં પણ કચવાટ જાેવા મળી રહ્યો છે.
ગુજરાત રાજ્ય સંકલન સમિતિએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને બાકી મોંઘવારી ભથ્થાની તત્કાળ ચૂકવણી કરવા માટે રજુઆત કરી છે.
ત્યારે પૂનીયનતા એક સભ્યે જણાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થું ચૂકવવાનું ટાળી વ્યાજ ખાઇને તિજાેરી ભરવા જેવું છે. રાજ્ય સરકારે તા.૦૧.૦૭.૨૦૨૧ થી ૩ ટકા મોંઘવારીનો હપ્તો અને તા૦૧.૦૧.૨૦૨૨ નો બીજાે ૩ ટકા મોંઘવારી ભથ્થાંનો હપ્તો ચૂકવ્યો નથી, પરીણામે ૬% મોંઘવારી ભથ્થું ચઢી ગયું છે.