ક્રાઇમબ્રાન્ચે શહેરમાંથી ઓટોરિક્ષા અને ટુ વ્હીલરના ૨૬ વાહનોની ૧૭ લાખની ચોરી કરનાર ઈસમ તથા સગીરને પકડ્યો

Spread the love


અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ઓટોરિક્ષા/ટુ વ્હીલર વાહનોની ચોરી કરનાર એક ઈસમ તથા સગીરને પકડી કિંમત રૂપિયા ૧૬,૭૦,૦૦૦/-ની મત્તાનાં ચોરીનાં કુલ-૨૬ વાહનો કબજે કરી વાહન ચોરીના કુલ-૨૬ ગુન્હાઓમાં આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી.ટંડેલ અને સ્કર્વાડના પો.સ.ઇ. વાય.જી. ગુર્જર, પો.સ.ઈ. પી.બી.ચૌધરી, પો.સ.ઈ. એમ.એમ.ગઢવી તથા પો.સ.ઈ. એન.વી.દેસાઈ અને સ્કર્વાડના માણસોએ તા.૦૫/૦૪/૨૦૨૨ ના રોજ સ્ટાફના હે.કો.ભરતભાઇ શીવરામભાઇ, હે.કો.કૌશીક ગોવિંદભાઇ તથા પો.કો.રમેશકુમાર હિરદેરામને મળેલ ચોક્કસ બાતમીના આધારે નરોડા પાટીયા પાસેથી એક આરોપી યાસીન ઉર્ફે કોન્ડો ઉર્ફે અજય ઠાકોર ઉર્ફે વાયરીંગ તથા કિશોરને એક નંબર વગરની સી.એન.જી.ઓટોરિક્ષા કિ.રૂ.૧૫૦૦૦૦/- ની મત્તાની સાથે પકડી પાડયો હતો. જે ઓટોરિક્ષા તેઓએ ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે લઇ આ આરોપીને તા.૦૫/૦૪/૨૦૨૨ ના કલાક ૧૬/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.પકડાયેલ કિશોરની પુછપરછ દરમ્યાન તેઓએ પોતાના અન્ય સાગરિતો સાથે મળી છેલ્લા ત્રણ-ચાર માસ દરમ્યાન અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ-૨૫ જેટલી ઓટોરિક્ષાઓ તેમજ ટુ વ્હિલરો ચોરી કરેલ હોવાની તેમજ આ વાહનો તેઓએ હળવદ તેમજ તેની આજુબાના વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ વેચાણ આપેલ હોવાની કબુલાત કરેલ, જેથી તપાસ દરમ્યાન તેઓએ ચોરી કરેલ ઓટોરિક્ષાઓ-૨૧ તથા ટુ વ્હિલર્સ-પ મળી કુલ-૨૬ વાહનો મળી કુલ રુપિયા ૧૬,૭૦,૦૦૦ ની મત્તાનો મુદ્દામાલ રીકવર કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com