શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના ભાઈ-બહેનને પતિ-પત્નીના વિવાદિત નિવેદન પર સી આર પાટીલ માફી માંગે : જગદીશ ઠાકોર

Spread the love

 

 

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શાંતિ-સદભાવનાનું વાતાવરણ ટકી રહે તેવી કાર્યવાહી જરૂરી છે. રામનવમીના દિવસે હિંમતનગરમાં નીકળેલી શોભાયાત્રા પર થયેલા પત્થરમારો, ધાર્મિક સ્થળો પર હુમલા, કરોડો રૂપિયાના માલ-મિલકતને સળગાવાની વગેરે ઘટનાઓ ગુજરાત માટે ચિંતાજનક છે જેની કોંગ્રેસ પક્ષ કડક શબ્દોમાં નિંદા કરે છે. ભાજપની સરકાર નિષ્ફળ જાય ત્યારે જનતાનું ધ્યાન ભટકાવવા યેનકેન પ્રકારે એવા બનાવો સામે આવે છે, હિંસાના બનાવો બનતા હોય છે જેથી મુળ મુદ્દાથી જનતાનું ધ્યાન ભટકી જાય. પ્રધાનમંત્રી આવવાના હોય છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોને પકડી પાડી છો બીજી બાજુ હિંસક બનાવો બનતા પહેલા કેમ કાર્યવાહી થઈ નહિ ? સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થવી જોઈએ, વિસ્તારની દુકાનો – ઓફિસો – રસ્તા પરના CCTV ફુટેજના માધ્યમથી જે લોકો સંડોવાયા છે તેમની ધરપકડ કેમ નથી થઈ ? વિપક્ષના નેતાના ફોન આંતરી શકો છો તો આ વિદેશી ફોન કેમ ટેપ ન થયા ? તે ગુજરાત જાણવા માંગે છે. ટેકનોલોજીની વાતો કરતી ભાજપ સરકારમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. મોંઘવારી, વારંવાર પેપરલીક, સતત વધતી બેરોજગારી સહિતના મુદ્દે જયારે ભાજપ સરકાર ભીંસમાં આવે ત્યારે જ અફઘાનિસ્તાન-પાકિસ્તાન કનેક્શન યાદ આવે છે ? ષડયંત્રકારીઓ ધર્મ, જાતિના નામે ભેદભાવ, વૈમનસ્ય ફેલાવી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે ગાંધી – સરદારના ગુજરાત માટે યોગ્ય નથી. મોંઘવારી મુદ્દે ભાજપ સરકારના મંત્રીઓના યુક્રેનના યુદ્ધના કારણે મોંઘવારી વધી રહી છે તેવા હાસ્યાસ્પદ નિવેદન આપે છે. ત્યારે ગુજરાત જાણવા માંગે છે કે, દૂધ, શાકભાજી, પેટ્રોલ શું યુક્રેનથી આવે ? ભાજપની અણઆવડતના કારણે ભાવો વધી રહ્યા છે. જેનો ભોગ ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ સતત બની રહ્યો છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષના ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના વિવાદિત નિવેદન પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષનું ધર્મ અંગેનું જ્ઞાન ગુજરાતે જોયું. ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના ભાઈ-બહેનને ભાજપ અધ્યક્ષે પતિ-પત્ની તરીકે દર્શાવી હિંદુ ધર્મના કરોડો અનુયાયી-ભક્તોની લાગણી દુભાવી છે. પ્રદેશ અશ્યક્ષ સી.આર. પાટીલ ઇતિહાસથી અજાણ છે. જીભ લપસી જાય, બોલવામાં ભૂલ થાય પરંતુ ભૂલ બાદ માફી માગવી જોઇએ તેમ છતાં હજુ સુધી સી.આર. પાટીલે માફી માગી નથી. ભાઈ – બહેનને પતિ પત્ની ગણાવવા અને ભૂલ ન સ્વીકારવી તે અહંકાર છે વારંવાર હિન્દુધર્મના નામે પોતાનું રાજકારણ ચમકાવવા ઉતાવળા બનતા ભાજપના નેતા-આગેવાનો ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી ના અપમાન મુદ્દે કેમ કોઈ હરફ ઉચ્ચારવા તૈયાર નથી ? કરોડો હિંદુ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવા મુદ્દે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ માફી માંગે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com