અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની મહત્વની ભેટઃ અનુસૂચિત જાતિની આવક મર્યાદા રૂપિયા ૬.૦૦ લાખ કરાઈઃ પ્રદીપ પરમાર

Spread the love

ગાંધીનગર
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર જણાવ્યું છે કે રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે આજે ડૉ.બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારે મહત્વની ભેટ આપીને તેમને અપાતી સહાયની આવક મર્યાદામા નોધપાત્ર વધારો કરીને રૂપિયા છ લાખ કરવાનો મહત્વનો ર્નિણય કર્યો છે.
જેનો અદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે.મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે ઉમેર્યું હતું કે રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સર્વાંગી અને આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ વખતના અંદાજપત્રમાં પણ પૂરતા પ્રમાણમાં નાણાંકીય જાેગવાઇઓ કરી છે ત્યારે આ વધારો આ વિધાર્થીઓને સહાયરૂપ થવામા મહત્વની ભૂમિકા અદા કરશે.
રાજ્ય સરકારે લીધેલા મહત્ત્વના ર્નિણયની વિસ્તૃત વિગતો આપતાં મંત્રીશ્રી એ કહ્યું હતું કે અનુસૂચિત જાતિ ની આવક મર્યાદામા વધારો કરવાથી રાજ્ય સરકાર ઉપર રૂપિયા ૫૦ કરોડનું વધારા નુ ભારણ વિદ્યાર્થીઓ વતી ઉપાડશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા પહેલા ગ્રામીણ વિસ્તારમાટે રૂપિયા ૧.૨૦ લાખ હતી જયારે શહેરી વિસ્તારમાં પહેલા ૧.૫૦ લાખ હતી. જેને ધ્યાને લઈને વઘુ વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે આવક મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે. જેનો ત્વરીત અમલ કરાશે. આ વધારાનો લાભ એસસી, ઓબીસી, ઇબીસી, માયનોરિટી વિદ્યાર્થીઓને લાભ મળશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com