રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે યાત્રાને સંબોધી
રતનપુર
સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી “આઝાદી ગૌરવ યાત્રા” ગુજરાતના પાંચ જીલ્લાઓમાં 10 દિવસ પ્રવાસ કરીને શામળાજી રતનપુર સીમા પાસે રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અને લોકનાયક અશોક ગેહલોતે વરિષ્ઠ મંત્રીઓ સાથે આઝાદી ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આઝાદી ગૌરવ યાત્રાને રાજસ્થાનમાં સ્વાગત કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, આજે દેશમાં ધર્મ, જાતિ, જ્ઞાતિના નામે ધ્રૃણા ફેલાવવામાં આવી રહી છે. સાત વર્ષથી કુશાસન ચાલી રહ્યું છે. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીજીએ સમગ્ર વિશ્વને મહિલા શક્તિનો પરચો બતાવ્યો હતો. પરમાણુ પરિક્ષણ, બેંકનું રાષ્ટ્રીયકરણ સહિતના ઐતિહાસીક કાર્યો બાદ પોતાની જાન દેશ માટે કુરબાન કરી હતી જ્યારે બીજી બાજુ ગરીબોના હક્ક અને અધિકાર પર ભાજપ સરકાર બુલડોઝર ચલાવી રહી છે. આઝાદી ગૌરવ યાત્રા રાજસ્થાનમાં ફરીને સદભાવના, શાંતિ, અહિંસાનો સંદેશો આપશે. મહાત્મા ગાંધીના વિચારો આજે પણ એટલા પ્રસ્તુત છે. આવો સાથે મળીને ભારત નિર્માણ માટે નિષ્ઠા પૂર્વક કામ કરીએ.
રાજસ્થાનના રતનપુર બોર્ડર ખાતે યોજાયેલ જાહેર સભામાં ઉપસ્થિત મોટી સંખ્યામાં યાત્રીઓ – કાર્યકર્તાઓ, પદાધિકારીઓને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનપ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, સત્તા માટે ધર્મના નામે વિભાજન કરીને દેશની ધરોહરને ભાજપ નુકસાન કરી રહ્યું છે. આ સાંપ્રદાયિક તાકતો સામે એક થઈને કોંગ્રેસ પક્ષના કાર્યકર આગેવાનોએ લડવાનું છે. ભાઈચારાના તાણાવાણાને તોડવાનું કામ ભાજપ કરી રહ્યું છે. દેશ સંકટની સ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આપણે સૌ સંકલ્પ લઈએ કે તિરંગાની આન-બાન-શાન માટે લડતા રહીશુ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરનું પ્રવચન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે સાબરમતી નીકળેલી “આઝાદી ગૌરવ યાત્રા” ને રાજસ્થાન ખાતે સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમ્યાન રાજસ્થાન સરકારનું “ભિલવારા મોડલે” સમગ્ર દેશને માર્ગદર્શીત કર્યું. પેપર ફુટવા સામે કડક કાયદો, યુવાનોને રોજગાર, વિજળી માફી સહિતના જનલક્ષી પગલાઓ એ ખરા અર્થમાં નાગરિકોને સશક્ત કરવાનું કામ રાજસ્થાન કોંગ્રેસ સરકારે કર્યું છે. ભારત નિર્માણ માટે આઈ.આઈ.એમ., ઈસરો, એમ્સ સહિતની સંસ્થાઓનું નિર્માણ રાઈટ ટુ એજ્યુકેશન, રાઈટ ટુ ઈન્ફોર્મેશન, મનરેગા, અન્ન સુરક્ષા કાયદો, જંગલની જમીનનો કાયદો સહિતના હક્ક – અધિકાર વાળુ મોડેલ એ કોંગ્રેસની વિરાસત છે.
રાજસ્થાન કોંગ્રેસના સંગઠન પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અજય માકને આઝાદી ગૌરવ યાત્રાના રાજસ્થાનમાં સ્વાગત સમારોહને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વમાં ઘણા સંઘર્ષો, બલિદાનો બાદ દેશને આઝાદી મળી. ૭૫ વર્ષની આઝાદી બાદ આજે આ આંદોલન કરવુ જરૂરી છે. લોકતંત્ર એટલે માત્ર ચૂંટણી નથી હોતી. દબાણ વગર, સ્વતંત્રતાથી બંધારણીય સંસ્થાઓ કાર્યરત રહે તે ખરા અર્થમાં લોકતંત્ર છે. પરંતુ આપણે હાલમાં જ જોયુ કે, મધ્ય પ્રદેશમાં લોકતંત્રના ચોથા સ્તંભ એવા મીડીયાએ ભાજપ સરકાર વિરૂદ્ધની વાત કરતા પત્રકાર મિત્રોને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં. જે લોકતંત્ર પર ખતરો દર્શાવી રહ્યું છે.
સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી યાત્રા ગુજરાતના ૫ જીલ્લાઓમાં ૧૦ દિવસનો પ્રવાસ બાદ રાજસ્થાનમાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર 1200 કિ.મી. યાત્રા ૫૮ દિવસ પૂર્ણ કરી ૧ લી જુન ૨૦૨૨ ના રોજ દિલ્હી ખાતે સમાપન થશે ગુજરાતના ૫ જીલ્લામાં “આઝાદી ગૌરવ યાત્રા” દરમિયાન આઝાદીમાં કોંગ્રેસપક્ષની ભૂમિકાને ટેબ્લોઈડ દ્વારા પ્રસ્તુત કરાઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન “સંવિધાન બચાવો” ના નારાને ચરિતાર્થ કરવા સંવિધાનના આમુખની પત્રિકાઓ નાગરિકોને આપવામાં આવી રહ્યાં છે. આઝાદી ગૌરવ યાત્રા દરમીયાન ૧૦૦૦ થી વધુ પ્રશિક્ષિત સ્વયંસેવકો જોડાયા છે.
આઝાદી ગૌરવ યાત્રા શામળાજી થઈ રાજસ્થાનના રતનપુર બોર્ડરે ડુંગરપુર ખાતે યાત્રાના સ્વાગત સમારંભમાં રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અશોક ગેહલોત , એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને યાત્રાના ઈન્ચાર્જ મુકુલ વાસનિક , રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકન , રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહ ડોડાજી, રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા સહિત રાજસ્થાન સરકારના વરિષ્ઠ મંત્રીઓ, ધારાસભ્યો સહિત કોંગ્રેસ પક્ષના આગેવાન – કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં અને આઝાદીના ગૌરવવંતા ઈતિહાસને સુત્રોચ્ચાર સાથે યાદ કર્યો હતો.