તસવીરમાં માડી અને બાપા આ ઉંમરે શેરડી નો ચરખો ચલાવીને પોતાનું પેટ ભરી રહ્યા છે,કહેવત છે કે પેટ કરાવે વેઠ, પેટને થોડું થિગડુ મરાય છે, કપડું ફાટ્યું હોય તો થીગડુ મરાય ,ત્યારે કારમી મોંઘવારી અને બાપાને આંખે ઓછુ દેખાય છે,મંદિરે ભજન – કીર્તન અને છોકરાના છોકરા એવા વ્યાજ ને રમાડવાના દિવસોમાં આ માડી અને બાપા જે મહેનત કરી રહ્યા છે ,તે દુઃખ તેઓ જાણતા હશે ,પણ હા, આવા લાખો પીડિતો જે ૬૦ થી ૭૦ વટાવી ચૂક્યા છે.તે કોઈ બંગડી વાળી ગાડી કે અનિલ અંબાણી ,મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન ની બાજુમાં જુહુમાં બંગલો બાંધવા આ ઉંમરે સપનું પૂરું કરવા કમાતા નથી,પણ પાપી પેટકા સવાલ હૈ, તેલ નો ભાવ ,દૂધ ,કઠોળ શાકભાજી, લીંબુ એટલું મોંઘુંદાટ થઈ ગયું છે કે માનવજાત ખાય શું ? ત્યારે આવા લાખો સિનિયર સિટીઝનો ઘરમાં થોડી મદદ કરવા અથવા જે દૂધ શાકભાજી ના નીકળ્યા, ત્યારે આવી વ્યક્તિઓ પાસે ખરીદવાનો આગ્રહ રાખો ,ભિખારીને ભીખ નહીં આપો તો ચાલશે ,આપણ એક સેવા જ છે. ખવડાવીને આંતરડી ઠારવી તો બાપા ને ત્યાં રસ પીને જે કહે તે પૈસા આપી દો અને સાંજે ગણે એટલે આજે સારો વકરો આવ્યો, તે જાેઈને ખુશ થઈ જાય એટલે પુણ્ય ભાગીદાર પણ આપણે બનવાના છીએ ,આ લોકો જે મહેનત કરી રહ્યા છે ,તે મોંઘવારીમાં પાપી પેટકા સવાલ હૈ, આજે શાકભાજીની નારી તથા પાનના ગલ્લા, સોડાની લારીથી લઈને નાસ્તાનાં પડીકાં વેચતા આ લોકો પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો ,આજે માડી અને બાપા ઘ-૦ થી ચ-૦ તરફ જતા રસનો કોલો ચલાવી રહ્યા છે. ગુજરાતી છે, ગુજરાતનું ગૌરવ છે ,તો ચાની ચૂસકી તો રોજ મારીએ છીએ ,તો ઉનાળામાં અઠવાડિયામાં એક રસ નો પ્યાલો પી ને કોઈને રોજગારી મળે તે વો ધ્યેય લઈશું તો તેનું પણ પેટીયુ ચાલશે, પુણ્યના અનેક રસ્તા છે, ત્યારે આ ઉંમરે ઘર ના પ્રશ્નો ,વહુઓ ,છોકરાઓ રોટલા ના આપતા હોય તો પણ નોકરી, ધંધો કરવો પડતો હોય છે ,ત્યારે ધંધો થોડો વાંઝિયો છે ,આજે જે સિત્તેર વટાવી ચૂક્યા છે ,તે સાંજે જે શાક- બકાલા ના નીકળે એટલે રાજી ,બાકી વધારે વકરો આવે તો જરૂર ભગવાનને યાદ કરીને કહેશે કે આજે દિવસ સારો ગયો ,ત્યારે દેશના નાગરિક તરીકે અને મારો મિત્ર તરીકે સિનિયર સિટીઝનો પાસેથી ખરીદવાનો આગ્રહ રાખીએ, આજની કારમી મોંઘવારીમાં બિચારા કરે શું ? બાકી દો રોટી કે લિયે ઇતની મહેનત ? ઔર હમ હૈ, કી કુદરતને જાે દિયા હૈ ઔર જબ ખાના તૈયાર હુએ અને નમક કમ હો તો થાલી ખીસકા દેતે હૈ, થાલી કી ક્યા કિંમત હૈ, રોટી કી ક્યા કિંમત હૈ ? વહ જાે ભુખા હૈ,ઉસે પુછીયે ,તબ રોટી કી કિંમત પતા ચલે ગી , ભુખે કો રોટીકા બેકાર કો રોજીકા, લુટેરે કો મોકેકા સબ કો ઇન્તજાર હે, તેમ ધંધો જપ હોય તો ગ્રાહકનો પણ ઇંતજાર કરતા આપણે ગ્રાહક બનીને જઈએ તો કેમ રહેશે?