આજે ક્યાંય બહાર જવાનું હોય તો રિક્ષા કે બસન ભરોષે નીકળતાં પહેલાં જાણી લેજાે કે આજે ગાંધીનગર માં રિક્ષા ચાલકોની હડતાળ. CNG વધતા જતા ભાવ સામે ગાંધીનગરમાં આજથી રિક્ષા ચાલકો સ્વયંભૂ હડતાળ પર ઉતર્યા. બે લાખથી વધુ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરીCNG ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો.
એક દિવસીય હડતાળની રિક્ષા એસોસિએશને જાહેરાત કરી હતી. CNG ભાવ ઘટાડો નહી થાય તો વિરોધ સમિતિએ ગાંધીનગર રાજભવન સુધી “રિક્ષા રેલી”ની પણ ચીમકી ઉચ્ચારી છેCNG ગેસનો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સાબરમતી ગાંધીઆશ્રમથી ગાંધીનગર રાજભવન સુધી વિશાળ રેલી યોજાશે.આ તરફ રિક્ષા ચાલકોની હડતાળની જાહેરાતમાં મિશ્ર પ્રતિસાદ જાેવા મળ્યો છે. ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશન સ્વયંભૂ હડતાળમાં નહીં જાેડાય. સ્વયંભૂ હડતાળમાં કેટલાક યુનિયન જાેડાયા છે. હડતાળને લઈને ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખે કહ્યું, હડતાળ માત્ર એક રસ્તો નથી. રિક્ષા ચાલુ રાખીને પણ CNG ભાવ ઘટાડાની માગ કરી શકાય છે.