દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા, તેમણે ખાસ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓના શિક્ષણ અને બાંધકામ અંગેની સમીક્ષા કરી અને ૨૭ વર્ષથી શાસન કરતાં ભાજપ પર આકરા પ્રહારો કર્યાં હતા, તેમણે શહેરની હાદાનગરમાં આવેલી સરકારી શાળાની શાળાની મુલાકાત લીધી હતી.દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપને ગુજરાતની સરકારી શાળાઓ સુધારવામાં રસ નથી, આપ સરકાર આવશે તો ૫ વર્ષમાં ગુજરાતની તમામ સરકારી શાળાઓની હાલત બદલી નાખશે. ગુજરાતની તમામ સરકારી શાળાઓની હાલત ખરાબ છે, આ સ્કૂલોની દયનિય સ્થિતીના ફોટો લોકો સોશિયલ મીડિયામાં મુકતા હોય છે, જ્યાં શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર ખાનપૂર્તિના નામે છે. તેથી હવે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટીના રૂપમાં એક એવો વિકલ્પ છે જે સરકારી શાળાઓની હાલત સુધારી શકે છે. ગુજરાતના સીએમ તેમના શિક્ષણમંત્રી સાથે જાેવા અને શીખવા માટે દિલ્હી આવે, ૭ વર્ષમાં કેજરીવાલ સરકારે દિલ્હીની તમામ સરકારી શાળાઓમાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.