અનામત આપી ? મોટા ભાગ ના લોકો ને આંબેડકર નો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે.
હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.
વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જાેગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જાેગવાઈ આપણાથી ૧૫ વર્ષો બાદ થયેલી)
કામ કરવા પર મહિલાઓ ને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જાેગવાઈ.
પિતા ની સંપત્તિ માં પુત્રી ને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો.
સ્ત્રીઓ ને તેમની પસંદ ની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટા છેડા નો અધિકાર.
બાળ મજૂરી પ્રતિબંધિત કરી.
ભારત ની પ્રથમ ‘ જળ નીતિ ‘ બનાવી.
વેઠ પ્રથા ‘ નાબૂદ કરી, મજૂરો નું કલ્યાણ કર્યું.
રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતર મા યોગદાન.
હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.
આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજાે પાસે સતત માંગણીઓ કરી કામ ના કલાકો – Warking hour ર્રેજિ – ૧૨ માંથી ૮ કરાવ્યા.
સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડ ની સ્થાપના કરી.
કોલસા ની ખાણો નો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો.
તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશ ને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના ૪૫ વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વ મા આવ્યું.
શિક્ષકો ને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.
એ સમય મા જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને વિકસાવવા સૂચન કરેલું.
પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, ૩૦ થી વધુ ડિગ્રીઓ મેળવી.
વિદેશ જઇ અર્થશાસ્ત્ર માં ॅરઙ્ઘ કરવા વાળા પ્રથમ ભારતીય.
પીવા ના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વ ના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.
તિરંગા મા અશોક ચક્ર તેમના સૂચન થી જ રખાયું હતું.
જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટી મા તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટ મા બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.
તેમને ૯ ભાષા આવડતી તથા તેઓએ જગત ના લગભગ તમામ ધર્મો નો અભ્યાસ કરેલો.
ભારત નું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા – બંધારણ ના પિતા.
જાતિવાદ વિરુદ્ધ જીવન ના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકો ના તારણહાર.
થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીન ની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશ ને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક ૧૯૫૧ માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદ મા રહેલા.
જાે હજુ આગળ લખું તો એક બુક બને એમ છે.
તેમણે આખું જીવન સંઘર્ષ મા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રો ના મૃત્યુ, પૈસા ની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી.
માત્ર પછાત વર્ગ જ નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે.
કોઈ એક વર્ગ કે વ્યક્તિ ઓ ના નહીં બાબા સાહેબ એ આખા દેશ રાષ્ટ્ર ના છે દરેક ભારતીય ને તેમના પર ગર્વ હોવો જાેઈએ..
ક્યારેક સમય લઈ ને આંબેડકર ને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વ માં તમે પ્રવેશી ગયા હોવ.
સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબ. ને સમજવા પહેલા જ્ઞાની બનવું પડે…
જય ભીમ જય સંવિધાન
GJ-18, એડવોકેટ, કિરીટ આસોડિયા