કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારના રોજ કહ્યું હતું કે, ભાજપ અને તેના કાર્યકર્તાઓએ મારી સામે દેશભરમાં કેસ દાખલ કરાવ્યા છે અને તેઓ તેનાથી ડર્યા નથી પરંતુ તેમના માટે તે “પદક” સમાન છે. રાહુલે કહ્યું હતું, મારી સામે દેશભરમાં 15થી 16 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે. જયારે તમે સૈનિકોને જોવો છો ત્યારે તેમના છાતી પર ઘણા પદક હોય છે. રાહુલે કહ્યું હતું, આ દરેક કેસ મારા માટે પદક સમાન છે. રાહુલે વન્યાબલમમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના કાર્યક્રમ દરમિયાન સંબોધન કર્યું હતું. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, જેટલી સંખ્યા વધારે થશે તેટલો વધારે હું ખુશ થઈશ. હું વૈચારિક લડાઈ લડી રહ્યો છું. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું, નફરતથી ભરેલા ભારતમાં તેઓ વિશ્વાસ રાખતા નથી અને તેમને કોઈ ફરક પડતો નથી. ભાજપ ગમે તેટલીવાર તેમને મનાવવાની કોશિશ કરી લે પરંતુ તેઓ વિશ્વાસ કરશે નહિ. તેમણે કહ્યું હતું કે દેશની તાકાત મહિલાઓ, સર્વ ધર્મો, સમુદાયો અને લોકોની અલગ અલગ વિચારધારાના સન્માનમાં હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે, તમે જેટલીવાર મારી સામે કેસ દાખલ કરાવશો તેટલીવાર હું પ્રેમથી વાત કરીશ. હું ક્યારેય એ નહિ ભૂલી કે તમે મારી સાથે ઉભા છો. જયારે પણ મારા સામે કોઈ કેસ દાખલ કરવામાં આવે છે ત્યારે મારી છાતી પર પદકનો વધારો થાય છે.