સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બગુમરા ગામની સીમમાં મહાદેવ સોસાયટી નજીકથી પસાર થતી નહેરમાં નાહવા તેમજ કપડાં ધોવા માટે ગયેલ એક યુવતીનો પગ લપસી જતાં તે નહેરના ઊંડા પાણીમાં તણાઇ ગઈ હતી. તેની શોધખોળ કરવા છતાં હજુ સુધી કોઈ ભાળ મળી ન હતી. મળતી માહિતી અનુસાર મૂળ એમ.પીના ખજૂરવાર ગામે અને હાલ પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે આવેલ પારેખ એસ્ટેટ રાજુભાઈની બિલ્ડીંગમાં રહેતી દયાવતીબેન લોધિસિંગ સિંગ (20) નાઓ ગતરોજ 4:30 વાગ્યાના અરસામાં બિલ્ડિંગમાં રહેતી બિમલાસિંગ તથા મધરાજ અને નાગેંદ્ર નાઓ સાથે કપડાં ધોવા માટે તેમજ નાહવા માટે બગુમરા ગામની સીમમાં મહાદેવ સોસાયટી નજીકથી પસાર થતી નહેર કિનારે ગયા હતા. તે દરમ્યાન દયાવતીબેન નાઓ કપડાં ધોવા જઈ રહ્યા હતા તે દરમ્યાન તેમનો પગ લપસી જતાં તેઓ નહેરના ઊંડા પાણીમાં તણાઇ ગઈ હતી. નહેરના પાણીમાં તેની શોધખોળ કરવા છતાં હજુ સુધી તેમની કોઈ ભાળ મળી ન હતી. બનાવ અંગે પલસાણા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.