SGSTએ નવ માસથી નાસતા ફરતા રૂ. ૧૧૮ કરોડના બોગસ બિલીંગ કૌભાંડના ભેજાબાજ મોહમંદહસન અસલમ કલીવાલાની ધરપકડ કરી

Spread the love

 

 

 

આરોપી મોહમંદ હસન અસલમ કલીવાલા વિદેશ ભાગવાના પ્રયત્નમાં મુંબઇ એરપોર્ટ પરથી ઝડપાયો

અમદાવાદ

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મે. એચ. કે. મેટલ્સ તથા બ્લૂ સ્ટાર ટ્રેડીંગ કંપની નામે ભાવનગર ખાતે જીએસટી નોંધણીનંબર મેળવી મોટા પાયે બોગસ બિલીંગ પ્રવૃિત આચરવામાં આવેલ હોવાનું ધ્યાને આવતા તપાસની કાર્યવાહી કરતા કૌભાંડના મુખ્ય સુત્રધાર તરીકે મોહમંદહસન અસલમ કલીવાલા ઉર્ફે હસન કલીવાલાનું નામ બહાર આવ્યું હતું આ કૌભાંડમાં હસન| કલીવાલાના માતા-િપતા શબાના અસલમ કલીવાલા અને અસલમ બીલાલભાઇ કલીવાલાની ભુિમકા ધ્યાને આવી હતી તપાસની કાર્યવાહીમાં હસન કલીવાલા મળી આવેલ નહી જ્યારે શબાના અસલમ કલીવાલા અને અસલમ બીલાલભાઇ કલીવાલાની ધરપકડ કરવામાં આવી હતી હસન કલીવાલાને સમન્સ ઇસ્યુ કરવા છતાં તપાસ અિધકારી સમક્ષ હાજર થયેલ નહી તેમજ છેલ્લા નવ માસથી નાસતો ફરતો હતો.તા. ૧૭/૦૪/૨૦૨૨ની વહેલી સવારે હસન કલીવાલા દેશ છોડી સાઉદી અરેબીયા નાસી જવાની તૈયારીમાં હતો તે સમયે એરપોર્ટ ખાતે કાર્યરત કેંદ્ર સરકારની એજન્સી દ્વારા મુંબઇ એરપોર્ટ ખાતે તેને| અટકાવવામાં આવેલ અને તેની જાણ સ્ટેટ જીએસટી વિભાગને કરાતા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા હસન કલીવાલાની જી.એસ.ટી અિધિનયમની કલમ ૬૯ અન્વયે તા. ૧૭/૦૪/૨૦૨૨ના રોજ મુંબઇ એરપોર્ટ| ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. મે. એચ. કે. મેટલ્સ તથા બ્લુ સ્ટાર ટ્રેડીંગ કંપની નામની બન્ને પેઢીઓમાં મળી કુલ રૂ. ૧૧૮.૮૧ કરોડના બિલો ઇસ્યુ કરવામાં આવેલ છે.જેમાં રૂ.૨૧.૫૯ કરોડનો વેરો સંડોવાયેલો હતો. સદર આરોપીને આજરોજ નામ. એડીશનલ ચીફ મેટ્રોપોિલટન મેિજસ્ટ્રેટની કોર્ટ, અમદાવાદ સમક્ષ રજુ કરી ક્સ્ટોડીયલ ઇંટ્રોગેશનની માંગણી કરવામાં આવતા તા. ૨૧/૦૪/૨૦૨૨ સુધીના ક્સ્ટોડીયલ ઇંટ્રોગેશન મંજુર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ મામલે વધુ તપાસ હાલ ચાલી રહી છે.હસન કલીવાલા દ્વારા ઓપરેટ કરવામાં આવેલ પેઢીઓની સંખ્યા પણ વધવાની સંભાવના છે.

સ્ટેટ જીએસટી વિભાગે જુલાઇ-૨૦૨૧ થી ભાવનગર ખાતે ચાલતા બોગસ બિલીંગનો સફાયો કરવા અનેક-િવધ પ્રકારની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કાર્યવાહીમાં બોગસ બિલીંગ કૌભાંડ આચરતા સુત્રધારો તથા ભેજાબાજોની ધરપકડ કરવામાં આવેલ છે. બોગસ બિલિંગ થકી ખોટા બીલો મેળવી વેરાશાખ| ભોગવતા વેપારીઓ પાસેથી વસુલાતની કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત ભાવનગર ખાતે શંકાસ્પદ નોંધણીનંબર જણાતા કેસોમાં વિભાગ દ્વારા સ્પોટ વેરીફીકેશનની કાર્યવાહી પણ કરાવવામાં આવેલ છે અને બોગસ જણાતા નોંધણી નંબરો સ્ટેટ જ્યુરીસડીશકનના હોય તો તાત્કાિલક રદ કરવામાં આવેલ છે તથા સેન્ટ્રલ જ્યુંરીસડીકશનના જે કેસો હોય તેમા સીજીએસટી વિભાગને કાર્યવાહી કરવા| જણાવવામાં આવેલ છે. અત્યાર સુધીમાં સ્ટેટ જીએસટી વીભાગ દ્વારા ભાવનગર મીશન અંતર્ગત કુલ ૧૩| ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com