ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે અને પોલીસ તેની ફરિયાદ ન નોંધી રહી હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે કે રાજકીય અદાવતના કારણે ગજેન્દ્રસિંહની કારકિર્દીને નુકસાન પહોંચાડવા મહિલાએ આક્ષેપભરી અરજી કરી છે.
પોલીસે રજૂ કરેલા અહેવાલ પ્રમાણે અરજદાર મહિલાએ અન્ય લોકોને ફોન કરી ધમકી આપ ી હોવા અંગેની ફરિયાદ ૨૦૧૫માં અમદાવાદના સાયબર ક્રાઇમ વિભાગમાં નોંધાઇ હતી. ફરિયાદી મહિલાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની ટિકિટ મળી નહોતી. ટિકિટ ન મળતા પાછળ ગજેન્દ્રસિંહનો હાથ છે તેવી શંકા અને મનદુઃખ રાખી આક્ષેપો કરવામાં આવ્યા છે.
ફરિયાદીએ જણાવેલ જગ્યા રૃમ નં-૫૦ એમ.એલ.એ. ક્વાટર્સમાં નથી. આ ઉપઆ ઉપરાંત મહિલાના અંગત જીવન અને ચારિત્ર્ય ને લગતાં કેટલાંક મુદ્દાઓનો પણ પોલીસે ઉલ્લેખ કર્યો છે કે મહિલાએ પરિણીત પુરૃષ સાથે લગ્ન કર્યા છે. પોલીસે રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે ગજેન્દ્રસિંહ અત્યારે રાજ્ય કક્ષાના મંત્રી હોવાથી તેમની સામાજિક અને રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવા માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે.