સુપ્રીમ કોર્ટે એક મોટો ફેરફાર કરતા બે વર્ષ સુધી સિનિયર સિવિલ જજ તરીકે સેવા આપનાર ન્યાયાધીશો હવે ડિસ્ટ્રિક્ટ જજ બની શકે તેવો આદેશ આપ્યો છે. અગાઉ ન્યાયિક સેવામાં એક ચોક્કસ મુદ્દત સુધી સેવા આપ્યા બાદ જ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે પ્રમોશન આપવામાં આવતું હતું પરંતુ હવે ૫ વર્ષ જુનિયર સિવિલ જજ અને ૨ વર્ષ સિનિયર સિવિલ જજ તરીકે સેવા આપનાર ન્યાયમૂર્તિ હવે સીધા જ ડિસ્ટ્રિક્ટ જજ બની શકે તેવા ફેરફાર કરવામાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટે મંગળવારે લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટીવ એક્ઝામીનેશન (એલડીસીઇ) થકી જિલ્લા ન્યાયાધીશો તરીકે બઢતી માટે ન્યાયિક સેવામાં સિવિલ જજની પાત્રતાના માપદંડ અંગેના અગાઉના આદેશમાં ફેરફાર કર્યો છે.જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, બીઆર ગવઈ અને અનિરુદ્ધ બોઝની ત્રણ જજાેની બેન્ચે જણાવ્યું હતું કે, સિવિલ જજને સાત વર્ષની લાયકાત સેવા (સિવિલ જજ (જુનિયર ડિવિઝન) તરીકે પાંચ વર્ષ અને સિવિલ જજ (સિનિયર ડિવિઝન) તરીકે બે વર્ષ અથવા સિવિલ જજ (જુનિયર ડિવિઝન) તરીકે ૧૦ વર્ષની લાયકાત ધરાવતા જજ એલડીસીઈ મારફત યોગ્યતાના આધારે જિલ્લા ન્યાયાધીશ તરીકે બઢતી માટે હકદાર હશે.અગાઉ એલડીસીઈ પ્રમોશન માટેની પાત્રતા માટે સિવિલ જજ (સિનિયર ડિવિઝન) તરીકે પાંચ વર્ષની લાયકાત સેવા અને સિવિલ જજ (જુનિયર ડિવિઝન) તરીકે કુલ ૧૦ વર્ષની લાયકાતની આવશ્યકતા રહેતી હતી.સુપ્રીમે આદેશ આપતા કહ્યું છે કે, હવે જિલ્લા ન્યાયાધીશોના પ્રમોશન માટે પાંચ વર્ષ જુનિયર સિવિલ જજ અને બે વર્ષ સિનિયર સિવિલ જજ તરીકે સેવા આપનાર જજ એલડીસીઇની પરીક્ષા આપી ડિસ્ટ્રિક્ટ જજ બની શકશે અથવા તો ૧૦ વર્ષ સુધી જુનિયર સિવિલ જજ તરીકે સેવા આપનાર પણ ડિસ્ટ્રિક્ટ જજ બની શકશે.સર્વોચ્ચ અદાલતના ર્નિણયને લીધે પ્રમોશન માટે અનુભવનો બાધ અનુભવના અનેક સિનિયર સિવિલ જજાે માટે ડિસ્ટ્રિક્ટ જજ બનવાના દરવાજા ખુલી ગયા છે. આ ર્નિણયની અસર અનેક જજાેને થશે તેમજ ચોક્કસ એલડીસીઈની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થશે.