સુપ્રિમ કોર્ટે એક મહત્વનો ફેંસલો સંભળાવતા કહ્યું છે કે, સંપત્તિનો માલિક વસીયત થકી પરિવારની બહારની વ્યકિતઓના પક્ષમાં પણ પોતાની સંપત્તિ આપી શકે છે. આવું જણાવતા કોર્ટે બીજી પત્નીને સંપત્તિ આપવાની વસીયતને યોગ્ય ઠેરવી હતી અને મદ્રાસ હાઇકોર્ટના ફેંસલાને રદ્દ કર્યો હતો. એટલું જ નહિ કોર્ટે કહ્યું છે કે સંયુકત પરિવારની સંપત્તિને પ્યાર – મોહબ્બતમાં ગીફટ તરીકે આપી ન શકાય.
ફકત ‘દાન-ધર્મ’માં જ આપી શકાય આવી મિલ્કત. કોર્ટે સુનાવણી દરમિયાન આદેશ આપ્યો હતો કે અવિભાજિત હિન્દુ પરિવારના પિતા કે અન્ય વ્યકિત કોઇ વારસા સંપત્તિને ફકત ‘નેક મકસદ’થી જ ઉપહાર સ્વરૂપે આપી શકે છે.
આ મામલામાં સરોજા અમ્માલે ટાઇટલની ઘોષણા માટે એક અરજી કરી હતી. તેમનો દાવો હતો કે તેઓ મુનિસામી ચેટ્ટિયારની પત્ની છે તેણે પોતાના ટાઇટલનો દાવો મુનિસામીની અંતિમ વસીયતથી કર્યો હતો. જેમાં તેને સંપત્તિ અપાઇ હતી. ટ્રાયલ કોર્ટે વાદીની તરફેણમાં ફેંસલો આપ્?યો પણ મુનિસામીના બાળકોએ તેનો વિરોધ કર્યો અને મદ્રાસ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. અપીલમાં હાઇકોર્ટે વિવાદીને ફગાવી દીધો અને કહ્યું હતું કે તે બીજી વ્યકિત મારીમુથુના પત્તી હતી અને તેને બે બાળકો પણ હતા એવામાં તેને મુનિસામીની પત્ની કઇ રીતે ગણવી તેને વસીયતનો લાભ મળી ન શકે.આ ફેંસલાને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. કોર્ટે કહ્યું હતું કે, અહિં આપણે એ જાેવું ન જાેઇએ કે પક્ષોનો શું સંબંધ હતો. આપણે એ જાેવાનું છે કે, વસીયત યોગ્ય અને કાયદેસર છે કે નહિ એ બાબત પર કોઇ રોક નથી કે વસીયત કરનાર પરિવારની બહારના લોકોને સંપત્તિ આપી ન શકે. કોર્ટે વસીયતને યોગ્ય ઠેરવી અને હાઇકોર્ટના ફેંસલાને નકારી ટ્રાયલ કોર્ટના ફેંસલાને યોગ્ય ઠેરવ્યો હતો.સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કેસની સુનાવણી કરતી વખતે આદેશ આપ્યો હતો કે અવિભાજિત હિંદુ પરિવારના પિતા અથવા અન્ય કોઈ વ્યક્તિ ફક્ત ‘સારા હેતુ’ માટે જ પૈતૃક સંપત્તિ ભેટ કરી શકે છે. કોર્ટે કહ્યું કે ‘સારા હેતુ’નો અર્થ કોઈપણ ચેરિટી માટે કરવામાં આવેલી ભેટ છે.જસ્?ટિસ એસ અબ્દુલ નઝીર અને કૃષ્ણ મુરારીની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, ‘એ માન્યતાપ્રાપ્ત પરંપરા છે કે અવિભાજિત હિંદુ પરિવારના પિતા અથવા અન્ય કોઈ વ્યક્તિ માત્ર ધાર્મિક અથવા અન્ય સામાજિક હેતુઓ માટે જ તેની પૈતૃક સંપત્તિની ભેટ આપી શકે છે.’સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે ‘કોઇને પ્રેમ અથવા લાગણીને વશ થઇ ભેટ આપવી એ ‘સારા હેતુ’ માટે હિન્દુ અવિભાજિત પરિવારની પૈતૃક સંપત્તિની ભેટ સમાન ગણી ન શકાય.કોર્ટે કહ્યું કે અવિભાજિત હિંદુ સંયુક્ત કુટુંબ દ્વારા મિલકત માત્ર ત્રણ સંજાેગોમાં દૂર કરી શકાય છે, ૧- કાનૂની કારણોસર, ૨- મિલકતના લાભ માટે અને ૩- પરિવારના તમામ સભ્યોની પરસ્પર સંમતિથી.કોર્ટે કહ્યું કે જાે સંયુક્ત પરિવારની મિલકત પરિવારના તમામ સભ્યોની સંમતિ વિના કોઈને આપવામાં આવે તો તે સ્વીકૃત કાયદાકીય પ્રથાનું ઉલ્લંઘન છે.કોર્ટ કેસી ચંદ્રપા ગૌડાની અરજી પર વિચારણા કરી રહી હતી જેમાં તેણે તેના પિતા કેએસ ચિન્ના ગૌડા દ્વારા તેની એક તૃતીયાંશ મિલકત એક છોકરીને ભેટમાં આપવા સામે કોર્ટમાં અરજી કરી હતી. વિવાદિત મિલકત સંયુક્ત કુટુંબની મિલકત હતી.કોર્ટે ચુકાદામાં કહ્યું કે લાભાર્થી પરિવારનો સભ્ય ન હોવાથી તેના નામે મિલકતનું ટ્રાન્સફર કાયદેસર રીતે માન્ય નથી. ટ્રાયલ કોર્ટે પ્રોપર્ટી ગિફટ કરવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો પરંતુ અપીલ કોર્ટે તેને પલટીને તેને ગેરકાયદેસર જાહેર કર્યો હતો.કર્ણાટક હાઈકોર્ટે અપીલ કોર્ટના ર્નિણયને સમર્થન આપ્યું છે, દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કેસની સુનાવણી કરતી વખતે આદેશ આપ્યો હતો કે અવિભાજિત હિંદુ પરિવારના પિતા અથવા અન્ય વ્યક્તિ ‘સારા હેતુ’ માટે જ પૈતૃક સંપત્તિ ભેટ કરી શકે છે. કોર્ટે કહ્યું કે ‘સારા હેતુ’નો અર્થ કોઈપણ ચેરિટી માટે કરવામાં આવેલી ભેટ છે.સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે, સંયુક્ત પરિવારની સંપત્તિની વહેંચણી બધા હકદારોની સંમતિથી જ કરી શકાય છે. જજ એસ એ નઝીર અને જજ કૃષ્ણ મુરારીની બેન્ચે કહ્યું કે, વહેંચણી એ હકદારના કહેવાથી રદ કરી શકાય છે, જેની સંમત્તિ લેવામાં આવી ન હોય.