કેરળ હાઈકોર્ટે ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઑફ ઈન્ડિયા ના મુસ્લિમ નેતા સાથે લગ્ન કરવાના ખ્રિસ્તી મહિલાના ર્નિણયમાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો.મહિલાના આ ર્નિણયે કેરળમાં રાજકીય વિવાદ ઉભો કર્યો હતો જ્યારે મહિલાના સગા સંબંધીઓએ તેને લવ જેહાદનો મામલો ગણાવ્યો હતો.જાે કે મહિલાએ હાઈકોર્ટને જણાવ્યું કે તેને ગેરકાયદેસર રીતે જેલમાં રાખવામાં આવી નથી અને તે આ સમયે તેના પરિવાર સાથે વાત કરવા માંગતી નથી. જસ્ટિસ વીજી અરુણ અને સીએસ સુધાની બેન્ચે જ્યોત્સના મેરી જાેસેફ સાથે વાત કર્યા બાદ કહ્યું, “તેણીએ સ્પષ્ટપણે કહ્યું કે તેણીએ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી શેજીન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને કોઈએ તેને આવું કરવા દબાણ કર્યું નથી.હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે, તેણીએ એમ પણ કહ્યું હતું કે તે આ સમયે તેના માતા-પિતા અથવા પરિવાર સાથે વાત કરવા માંગતી નથી અને તે પછીથી વાત કરશે. અદાલતે મહિલાના પરિવારને જણાવ્યું કે તેઓ તેના લગ્ન બાદ માતા પિતાને મળવાની ઇચ્છા રાખે છે. તે માટે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠલ એક આવેદન દાખલ કરવામાં આવ્યુ છે.. જે વિચારણા હેઠળ છે અને તે પહેલાં તે તેને મળશે નહીંબેન્ચે પરિવારને કહ્યું કે તે તેમની ચિંતાઓને સમજે છે, પરંતુ તેમની પુત્રી, ૨૬ વર્ષની મહિલા, સાઉદી અરેબિયામાં નર્સ છે અને તે પોતાના ર્નિણયો લેવા સક્ષમ છે. તેણીએ કહ્યું, ‘તેણે ર્નિણય લીધો છે અને તે તેને વળગી રહી છે. આ તેની ઈચ્છા અને ખુશી છે. તે અત્યારે તેના પરિવાર સાથે વાત કરવા માંગતી નથી, તો અમે તેને આવું કરવા માટે દબાણ કેવી રીતે કરી શકીએ.’
મહિલાના પિતા જાેસેફે હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમની પુત્રીની ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી હતી અને જ્યોત્સનાને તેમની સમક્ષ લાવવા માટે પોલીસને નિર્દેશ આપવાની માંગ કરી હતી. જ્યોત્સનાના પિતાએ કહ્યું હતું કે જ્યારથી તેમની દીકરી ઘર છોડીને નીકળી છે ત્યારથી તેમણે કોઈની સાથે વાત કરી નથી, તેથી તેઓ માને છે કે જ્યોત્સનાના પતિએ તેને તેની મરજી વિરુદ્ધ કેદ કરી છે.