દેશની અદાલતોમાં લાખો, કરોડો પેન્ડીંગ કેસ માટે દરેક કેસમાં જે રીતે વારંવાર સુનાવણી મુલત્વી રાખવામાં આવે છે તેને તથા કોરોનાના સમયગાળામાં જે રીતે કનેકટીવીટીના અભાવે દેશની અદાલતો કામકાજ કરી શકી નથી તેને સુપ્રીમ કોર્ટે જવાબદાર ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યુ કે તેની પાસે ૭૦૦૦૦ પેન્ડીંગ કેસ છે. ગઈકાલે એક સુનાવણી સમયે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કોરોનામાં અદાલતો ફીઝીકલ મોડ પછી ઓનલાઈન હીયરીંગ મોડમાં ગઈ હતી અને તેમાં કનેકટીવીટી સહિતના કારણે સુનાવણીઓ થઈ શકી ન હતી તેના કારણે પણ કેસ પેન્ડીંગ રહ્યા હતા. ઉપરાંત દેશમાં દરેક કેસમાં દરેક તબકકે સુનાવણીઓમાં અનેક કારણોથી મુદત પડે છે તેનાથી કેસની ઝડપ વધતી નથી જયારે નવા કેસ દાખલ થાય છે તેથી પણ કેસ પેન્ડીંગ રહે છે.