અમદાવાદ
આર્થિક ગુના નિવારણ શાખા ( EOW ) ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે ઇન્ડીયા હોમ લોન લીમીટેડ (હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન) નામની કંપની સાથે છેતરપીંડી વિશ્વાસધાત કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
“ઇન્ડીયા હોમ લોન લીમીટેડ (હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન) નામની કંપનીની મુખ્ય ઓફીસ મુલુંડ વેસ્ટ મુંબઇ મહારાષ્ટ્ર ખાતે આવેલી છે, જેની બ્રાન્ચ અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલ છે. જ્યાં આરોપીઓએ ખોટા ડોક્યુમેન્ટો બનાવી ૩૨ પ્લોટ ધારકોના નામે કુલ્લે રૂ.૪,૦૦,૬૦,૦૦૦/- ની લોનો મેળવી ડેવલપર્સ પોતાના ખાતામાં રૂપિયા જમા લઈ અંગત ઉપયોગમાં લઈ તથા પ્લોટની જગ્યા ઉપર કોઈપણ પ્રકારનું બાધકામ કર્યા સિવાચ લોનના રૂપિયા વાપરી નાખી ગુનો કર્યો હતો. આરોપીઓએ ફોરચ્યુન ડેવલોપર્સના ભાગીદારો પરબતભાઇ રબારી, અલ્કેશ દેસાઇ, હમીરભાઇ દેસાઈ, પ્રવીણભાઈ દેસાઇ, મહેશભાઇ રબારી, એ ભાગીદારી કરી તેના સહ આરોપીઓ વેલ્યુઅર કલ્પેશભાઈ પ્રજાપતી, ડી.એસ.એ, દિલીપભાઇ શાહ, ઇન્ડીયા હોમ લોન કંપનીના તત્કાલીન જનરલ મેનેજર ઋષભ જેણે એકબીજાના મેળાપણાંમાં કાવતરૂ રચી કુલ ૩૨ પ્લોટ ધારકોને મોજે ભાભર નવા તાલુકા ભાભર જી-બનાસકાંઠા ખાતે સર્વે નં-૨૫૪ ખાતે સરળ હપ્તેથી તેઓને પોતાના મકાનો બની જશે તેવી લાલચ આપી તેઓ પાસેથી જરૂરી આધાર પુરાવાઓ મેળવી લઇ તેઓના નામે પ્રથમ પ્લોટોના રજીસ્ટર વેચાણ દસ્તાવેજો કરાવ્યા બાદ તેઓના નામના ફોરચ્યુન ડેવલોપર્સના ભાગીદારો સાથે બાંધકામ અંગેના નોટરી રૂબરૂના કરારો કરી પૈસા ભર્યા અંગેની ખોટી રસીદો બનાવી તથા ખોટા વેલ્યુએશન રીપોર્ટો બનાવી ઉપરોકત પ્લોટો ઇન્ડીયા હોમ લોન લીમીટેડ (હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન) ના નામે મોર્ગેજ દસ્તાવેજો કરી આપી ઇન્ડીયા હોમ લોન લીમીટેડ (હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન) માંથી ૩૨ પ્લોટ ધારકોના નામે અલગ અલગ રકમ મળી કુલ્લે રૂ.૪,૦૦,૬૦,૦૦૦/- ની રકમ મેળવી હતી. શરૂઆતમાં થોડાક મહીનાઓ સુધી પ્લોટ ધારકો વતી લોનના હપ્તા પેટે રૂ.૪૭,૨૦,૮૪૨/- ની રકમ ઇન્ડીયા હોમ લોન લીમીટેડમાં ભરપાઈ કરી ત્યારબાદ આજદિન સુધી વ્યાજ સહિતની બાકી ના રૂ.૬,૧૮,૨૦,૧૭૬/- ની રકમ ભરપાઇ નહીં કરી તેમજ પ્લોટ ધારકોના નામે મકાન બાંધકામ માટે મેળવેલ લોનના નાણાંમાંથી મકાનના બાંધકામ નહીં કરી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખી ગુનો કર્યો હતો.
આરોપી પરબતભાઇએ ફોરચ્યુન ડેવલોપર્સ ના નામે કંપની બનાવી આરોપી ઋષભ ચાજ્ઞિક કંપનીના તત્કાલીન જનરલ મેનેજર ડોક્યુમેન્ટ ચકાસણી કર્યા સિવાય લોન મંજુર કરી આરોપી કલ્પેશભાઇ પ્રજાપતી વેલ્યુલરે ખોટા વેલ્યુએશન રિપોર્ટ આપી આરોપી દિલીપભાઇ શાહ દલાલે ફોરચ્યુન ડેવલોપર્સ ના ભાગીદાર તથા બેંક મેનેજર વચ્ચે મીડીયેટર તરીકેની કમીશન એજન્ટ તરીકેની ભુમીકા ભજવી ગુનો કર્યો હતો જે ચારેય આરોપીઓને આજે અટક કરી ઘટીત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજા ફોરચ્યુન ડેવલપર્સ ના ભાગીદારોને પકડવાની તજવીજ હજુ પોલીસ દ્વારા ચાલુ છે.