GJ-18 મનપા તથા કલેક્ટર કચેરી ખાતે કર્મચારી તથા દલાલોની શેટીંગ ડોટ કોમની મીલીભગતથી મેયરથી લઇને નગરસેવકોના કોરા અને સહિ કરેલા ફોર્મનો દૂરઉપયોગ થતો હોવાનું સામે આવ્યું ચે, ત્યારે મેયર, થી લઇને નગરસેવકોના ફોર્મ જે ભલામણ કરેલ હોય તે દલાલો આ કામ કરી રહ્યા હોવાની ચર્ચા જગાવી છે. ત્યારે કલેક્ટર કચેરી અને મનપાના લઇને કર્મચારી ઉપર શંકાની સોય પ્રસરી રહી છે, ત્યારે તેમના પાનામાંથઈ મળેલા આ ફોર્મના કારણો એક કાર્ડ દીઠ ૫૦૦ વસૂલતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે, UIDAI ની ટીમ દ્વારા કલેક્ટર કચેરી અને મનપામાં ચેકીંગ હાથ ધરાયેલ તેમાં આધાર કાર્ડનું કામ કરતી ટીમના ટેબલના ખાનામાંથી મેયર અને નગરસેવકના કોરો ફોર્મ સહી કરેલા મળી આવેલ,ત્યારે યુનીક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયાની ટીમ દ્વારા ગાંધીનગરમાં કલેક્ટર કચેરી અને કોર્પોરેશન ખાતે ચાલતી આધારાકાર્ડની કામગીરીનું સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીના આગેવાનીમાં ટીમે બંને સ્થળે કામગીરી જાેઈને ઓડીટ જેવી ચકાસણી કરી હતી. જેમાં કલેક્ટર કચેરી ખાતેથી અધિકારીઓના સિક્કાવાળા સહી વગરના ત્રણેક ફોર્મ મળ્યા હતા. જ્યારે કોર્પોરેશન ખાતેથી મેયરની સહીવાળા કોરોના ફોર્મ મળતાં આ દિશામાં તપાસ હાથધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ટીમ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ચેકિંગ કરતાં બે-ત્રણ ફોમ એવા મળ્યા હતા જેમાં અધિકારીઓના સિક્કા તો હતા પરંતુ સહી ન હતી. જેને પગલે આ અંગે કલેક્ટર કચેરીના અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને પગલે તંત્ર દ્વારા સુપરવાઈઝર પાસેથી ઓડીટ રિપોર્ટ મંગાવ્યો હતો. કોર્પોરેશનમાં ટીમ તપાસ માટે પહોંચી ત્યારે એક મહિલા અરજદાર પાસેથી ત્રણેક ફોર્મમાં મળ્યા હતા.જેમાં મેયરની સહી હતી પરંતુ ફોર્મ કોરા હતા. ટીમ દ્વારા આ અંગે ખુલાસો પૂછ્યો હતો. ત્યારે મેયરની સહીવાળા કોરા ફોર્મ મહિલા પાસે કેવી રીતે આવ્યા તે અંગે તપાસ શરૂ થઈ છે. મનપાના આધાર કેન્દ્ર પર થોડા સમય પહેલાં પૈસા લેવાતા હોવાની ફરિયાદો થતા એસીબી દ્વારા તપાસ થઈ હોવાનું કહેવાય છે.