GJ-18 મનપા દ્વારા ફરિયાદ નિવારણ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૦૮૧૮૧૮ આપવામાં આવ્યો છે, પણ હવે અઢાર પણ ઢબા નો ઢ જેવો લાગી રહ્યો છે. તંત્ર ઉપર હોદ્દેદારોની પકડ ઢીલી પણ રહી છે, ત્યારે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા અને ઝડપથી કામ થાય તે આશય થી બનાવેલો ટોલ ફ્રી નંબર પણ બંધ હાલતમાં હોય અને એ ફરિયાદો નોંધાય તો જે વાતોના વડા, કામોની વાતો ના તડા, કર્યા હતા તેમાં કશું ઉકાળી શક્યા નથી, ફક્ત ને ફક્ત મોંઘાદાટ તેલમાંથી દાળવડા બનાવતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે અધિકારીઓ દ્વાર ટોલ ફ્રી ઉભુ કરીને ફાંકા, ફોજદારી મારતા અનેક ફરિયાદો ના ઢગ ખડકાઈ ગયા છે, ત્યારે તંત્ર હવે ન પાણીયુ બની ગયું છે, કામના નામે હવે ફરિયાદોના ઢગલા થઈ રહ્યા છે, અને તંત્ર હવે એરબીજી બ્રાંચને ખો આપી રહ્યું છે,
GJ-18 મનપા નો ટોલ ફ્રી નંબર બન્યો હાલ તો પસ્તી બજાર જેવો, ત્યારે એક અરજદારે ફરિયાદ કરતાં પત્ર અહીંથી અહીં ફરી રહ્યા છે.
પાટનગર યોજના ને કમાવવાની યોજના હોય તો રસ છે, બાકી હાલ કેસર કેરીનો રસ પણ મળતો નથી, ત્યારે ટોલ ફ્રી પ્રશ્ને આવનારા દિવસોમાં તડાપીડ થાય તો નવાઇ નહીં, બાકી મેયર,ડે. મેયર,સ્ટે. ચેરમેનશ્રી આપની પકડ ઢીલી પડી રહી છે. તંત્ર કામ કરતું નથી,ટોલ ફ્રી માં કેટલી ફરિયાદો પાઇપ ઉભેલી છે, તે તપાસ કરો,તંત્ર ખો કઈ રીતે આપે છે, તે જુઓ બાકી પ્રજાના કામો થતાં નથી ફક્ત કામો ના વડા જેવો ઘાટ છે.