આરોપી લાલાભાઈ અને રાહુલ
અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સુચના હેઠળ એન્ટી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સ્કોર્ડ અને એન્ટી પ્રોપર્ટી સ્ક્વોડ-૧ની ટીમે સોનાની ચેઇન – CNG ઓટો રીક્ષા અને રોકડા દોઢ લાખની ચોરી કરતાં ચાર આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા. ઉપરાંત અગાઉ ચેઇન સ્નેચીંગના ગુન્હામાં પકડાયેલ લાલો દેવીપુજક તથા રેખા જે પણ મોબાઇલ ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. ત્રણેય જણા સી.એન.જી.ઓટો રીક્ષા જેઓએ નજર ચુકવી ચોરી કરેલ મુદ્દામાલ સગેવગે કરવા સી.એન.જી. ઓટો રીક્ષામાં ફરી રહ્યા હતા. જે રીક્ષા પણ ચોરીની હોવાની શંકા છે. જે બાતમી આધારે લાલાભાઈ, રેખા અને રાહુલને સી.એન.જી. ઓટો રીક્ષા કિ.રૂ ૪૦,૦૦૦/ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.જે આરોપીઓની તપાસ કરતા આરોપી લાલા પાસેથી એક સોનાની ચેઇન કિ રૂ ૪૫,૦૦૦/ મળી આવી હતી તથા રેખા પાસેથી એક લોખંડનુ કટર મળી આવ્યું હતું.જેથી આરોપીઓની પુછપરછમાં વીસેક દિવસ પહેલા ભદ્રથી એક બહેનના ગળામાંથી સોનાની ચેઇન કટરથી કાપી ચોરી કર્યાનું જણાવ્યું હતું. જે બાબતે કારંજ પો.સ્ટે.માં અને મણીનગર પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. ૩૭૯ મુજબ ગુન્હો દાખલ થયો હતો .
આરોપી મેહુલ ઉર્ફે કાલા
જ્યારે અમદાવાદના ઇસનપુરમાં રોકડ ચોરીને લઈ બાતમી હકીકત મળેલ કે અગાઉ ગાડીના કાચ તોડી ચોરી કરવાના ગુન્હામાં પકડાયેલ મેહુલ ઉર્ફે કાલા તેના કબ્જાની કાળાકલરની ગાડી લઈ કોઈ જગ્યાએથી કાચ તોડી ચોરી કરેલ રોકડા રૂ.૧,૫૦,૦૦૦ તથા અપાચે મો.સા. કિ.રૂ. ૭૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૨,૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.ઉપરોક્ત ઈસમની પુછપરછ કરતાં કબુલતા બાદ ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ઈ.પી.કો. કલમ ૩૭૯,૪૨૭ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાયો હતો.જેથી આરોપી તથા મુદામાલ સાથે વધુ તપાસ કરવાની ચાલુ છે.