કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા
અમદાવાદ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ ટાસ્કફોર્સ દ્વારા 23મી એપ્રિલ, 2022ના રોજ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર,અમદાવાદ, ગુજરાત ખાતે ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2022નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યુ હતુ કે દરેક મંત્રાલયે સાથે સંકલ્પ લીધા છે કે દેશને ગ્લોબલી આગળ વધારવો. કોવિડ પછી અનેક સમસ્યાઓ આવી બધા જોડે ઓનલાઇન વાત કરી અને સમસ્યા દૂર કરવાના પ્રયાસ કર્યા પરિણામે 400 બિલિયન ડોલરનો ટાર્ગેટ હતો તે તે એચિવ કર્યો છે. તેમણે કહ્યું કે નવસારી પાસે ટેક્સટાઈલ પાર્કની જગ્યા ફાઇનલ કરી દીધી છે. એક પાર્ક ગુજરાતને મળવાની શક્યતા છે.માનનીય મંત્રી શ્રી પીયૂષ ગોયલજી ઉદ્યોગને લગતા અને ખાસ કરીને ગુજરાતને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ પ્રસંગે આમંત્રણ આપવા અને ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ કરવાની તક આપવા બદલ GCCIનો આભાર માન્યો હતો.આ દરમિયાન જીસીસીઆઈએ Hazardous and Other Waste Management Rules 2016ના નિયમ-9ની વચગાળાની નીતિને રદ કરવાના નિર્ણયને પરત લેવા બદલ સરકારનો આભાર માન્યો હતો.GCCI દ્વારા કરાયેલી રજૂઆત પર ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ આ ત્વરિત સકારાત્મક પગલાંના પરિણામે, ભારત સરકારે HOWM Rules 2016ના નિયમ-9ને પાછો ખેંચવાનો નિર્ણય રદ કર્યો અને ઉદ્યોગોને તેમની SOP તૈયાર કરવા અને મંજુરી માટે સબમિટ કરવા માટે એક વર્ષનો સમય આપ્યો છે.
GCCIના પ્રમુખ હેમંત શાહે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેક મુક્ત વેપાર કરારો અને નવી PLI યોજનાઓ સાથે, ભારતના કાપડ ક્ષેત્રને ઘણો ફાયદો થવાની તક છે. આ ઇન્ટરેક્ટિવ મીટ અને લીડરશીપ કોન્ક્લેવનું આયોજન કરવા બદલ GCCI આનંદની લાગણી અનુભવે છે.
જીસીસીઆઈ ટેક્સટાઈલ ટાસ્કફોર્સના ચેરમેન સૌરિન પરીખે જણાવ્યું હતું કે, જીસીસીઆઈ ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સ રાજ્ય અને દેશમાં મોટા પાયે ટેક્સટાઈલના ઉદ્દેશ્ય માટે વિવિધ સ્તરે અવિરતપણે કામ કરી રહી છે અને આજની ઈવેન્ટે નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.
મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાત અને ભારતના ટેકનિકલ ટેક્સટાઈલ ઉદ્યોગેમહામારી દરમિયાન માસ્ક અને PPE કિટનો અવિરત પુરવઠો પૂરો પાડીને વિશ્વને બચાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં શ્રેષ્ઠ અને વૈવિધ્યસભર ઉદ્યોગો ધરાવે છે. સુશ્રી રૂપરાશિ મહાપાત્રાએ ઉદ્યોગ માટે અડચણો ઘટાડવા અને સુવિધા પ્રક્રિયાઓને સરળ બનાવવાની ખાતરી આપી હતી..