અમદાવાદ
રાહુલ ગાંધીનો 1 મેના રોજ વિદેશ પ્રવાસ હોવાથી ગુજરાત પ્રવાસ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત કોંગ્રેસે આમંત્રણ આપ્યું હતું, 1 મે એ દાહોદ ખાતે આદિવાસી રેલીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યુ હતુ. કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનું આયોજન કરાયું હતુ.ગુજરાત કોગ્રેસના નેતાની હાજરીમાં જ આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલી યોજાશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જીતવા માટે તમામ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. કેન્દ્રના મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે ત્યારે આપ પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધનની જાહેરાત ૧ મે ના રોજ થવાની હોવાથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગૂજરાત આવી રહ્યા છે. અને બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા પણ ૨૯ મી એપ્રીલ થી ત્રણ દિવસના પ્રવાસે ગૂજરાત આવી રહ્યા છે.તેથી ગુજરાત વિધાનસભાની આગામી ૨૦૨૨ ની ચુંટણી ને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે એવામાં ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટિલે પણ ચૂંટણી ડિસેમ્બર મહિનામાં જ યોજાશે તેવું કહ્યું છે ત્યારે દરેક પાર્ટી પાસે ચૂંટણી ની તૈયારી માટે પૂરતો સમય રહેશે.