ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પીએમ મોદી પર ટિ્વટ કરવાના મુદ્દે આસામ પોલીસે ધરપકડ કરી છેપ ત્યારે મનાઈ રહ્યું છે કે મેવાણીની ધરપકડથી ભાજપને ગુજરાતની ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે. સત્તાધારી પક્ષ તેના વિરોધીને કાયદાનો ડર બતાવે એ કંઈ નવી વાત નથી. આ ખેલ ઇંદિરા ગાંધીના સમયથી શરૂ થયો છે અને નરેન્દ્ર મોદીના સમયમાં સોળે કળાએ ખીલ્યો છે.મોટા ભાગના લોકો સત્તાના દંડથી ડરીને ચૂપ થઈ જતા હોય છે, પરંતુ કેટલાક વીરલા અલગ માટીના બનેલા હોય છે.ઉદ્ધવ ઠાકરે, સોનિયા ગાંધી, શરદ પવાર આ બધા નેતાઓ અપવાદમાં આવે છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારના નેતાઓ પાછળ તપાસ એજન્સીઓને ખુલ્લી મૂકી દીધી છે. રોજ સવાર પડેને મહારાષ્ટ્ર સરકારના કોઈ નેતા કોઈ મંત્રીના ઘરે ઇડી, સીબીઆઈ કે ઇન્કમ ટેક્સ ત્રાટકે છે. ઇંટનો જવાબ પથ્થરથી આપતા મહારાષ્ટ્ર સરકારે પણ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓને કોઈને કોઈ કેસમાં દોડતા કરી દીધા છેજિજ્ઞેશ મેવાણી પણ આવા જ નોખી માટીના નેતા છે. તેમનો રાજકીય ઉદય કેવળ મોદી વિરોધમાંથી નથી થયો. તેઓ છેલ્લા થોડા વર્ષોમાં દલિતો, શોષિતો, વંચિતો માટે લડતા નેતા તરીકે સમગ્ર દેશમાં ઊભરી આવ્યા છે. તેમણે વડા પ્રધાનને સંબોધીને કરેલી ટ્વીટમાં ગોડસેને વડા પ્રધાનના આરાધ્ય દેવ ગણાવવા તેમને મોંઘા પડી ગયા છે. જાેકે જિજ્ઞેશને સત્યના પક્ષમાં કરેલો કોઈ સોદો મોંઘો લાગતો નથી. તેમના સમર્થકો ગુજરાતથી લઈને આસામ સુધી રોજ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.તેમની ધરપકડ કરવાથી તેમનું નામ વધારે મોટું થયું છે. મેવાણીની ધરપકડથી ગુજરાતની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને નુકસાન જવાની પ્રબળ સંભાવના છે. મેવાણીએ ધરપકડ વખતે પોલીસ વાનમાં બેઠા-બેઠા પુષ્પા સ્ટાઇલમાં ગળા પાસેથી હાથ ફેરવ્યો હતો. તેમનો કહેવાનો અર્થ એક જ હતો, ઝૂકેગા નઈ. હવે જાેવાનું એ છે કે ઝુકાવવાનો પ્રયાસ કરનારા ક્યારે નમતું જાેખે કે નહીં અને જાેખે છે તો ક્યારે.