GJ-18 મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ વિકાસ થયો પણ ટેક્ષ ભરનારા વસાહતીઓ ટેક્સ ભરી રહ્યા છે. પણ લાભ રોડ , રસ્તા ફુટપાથ ઉપર ધંધાર્થીઓ લાભા લાભ મેળવી રહ્યા છે. રોડ રસ્તા ની બાજુ માં બનાવેલી ફૂટપાથ હાલમાં, ચાલવા માટે છે. અને તે નગરજનો માટે એકસીડન્ટ ન થાય, કોઈ માનવજાતને ઈજા ન થાય તે માટે સેફટી રૂપ ફુટપાથ બનાવી છે. ત્યારે અહીંયા ફૂટપાથ ઉપર વેપારીએ કબજાે જમાવી દીધો છે, પણ જે ફોર લેન રોડ છે, તેના પર એક લેન પોતે કવર કરી લીધી છે, હવે આવનારા દિવસોમાં આ રોડ રસ્તો બંધ કરીને ફરીને જાય એવું ના કહે તો સારું, ત્યારે મનપાના કમિશનર ધવલ પટેલ દ્વારા હમણાં જ સ્ટેટમેન્ટ અને પ્રેસ નોટ આપી હતી, તેમાં દરેક પ્રાણી, પશુઓ માટે ગાઈડ લાઇન તૈયાર કરીને દંડ પણ વધારવામાં આવ્યો છે, ત્યારે તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ક્યાંય રોડ, રસ્તા પર ગાય દેખાશે તો ઝબ્બે કરી લેવામાં આવશે, ત્યારે સાહેબ ગાય કરતાં પણ આ માનવજાત ખુટીયા ને બાંધો, આ ના નિયમો કડક કરો, માનવજાતની ફૂટપાથ ઉપર કબજાે અને એક લેન રોડ પર પણ કબ્જાે, ત્યારે આ લોકોને ક્યારે હટાવશો ?
આખે આખો ચ-માર્ગ ઉપર તો ફુટપાથ કબજે કર્યા બાદ? લેન આખી ગાડી ની કબજે કરી લીધી છે, ત્યારે ઓછું હોય ત્યાં ખુરશી ઢાળી દીધી છે, ત્યારે ભાજપના કયા રાજ્કીય સેવકે આ ખુરશી આ શ્રમજીવીને પોતાની ગ્રાન્ટમાંથી ફાળવી છે, તે યથાર્થ પ્રશ્ન છે કમિશનર શ્રી સાહેબ આપ શ્રી રોજ વોકિંગ કરવા નીકળો છો, તો થોડું વધારે ચાલીને ચ -૫ ફુવારાથી થોડા આગળ આવો, એટલે કાયદેસર વેપારી કહી દેશે કે ફૂટપાથ પર ચાલવાનું રોકીને નીચેથી ચાલો, તેમના બાપની જગ્યા હોય તેમ કહી રહ્યા છે. ત્યારે માનવજાત એવી પ્રજા માટે બનાવેલી ફૂટપાથ નગરજનો માટે કે પછી વેપારીઓ માટે ? ઉપરાંત કેસર કેરી વેચતા કેસરિયો છત્રી લઈને વધારે દાદાગીરી કરતા આવા વેપારીઓ ગાય કરતાં મોટા આખલાઓ છે, ત્યારે રોડ રસ્તા પર ક્યાંય ગાય દેખાય તો ઝબ્બે કરાશે, ત્યારે આ ગાડાની આગળ ફૂટપાથ ઉપર ગાયને બેસાડી દીધી છે, કરો જબ્બે ?