ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
જમીન કૌભાંડ અંગે સંડોવાયેલા તમામ સામે તપાસ કરી તાત્કાલીક ફોજદારી ગુન્હો દાખલ કરવાની કોંગ્રેસની માંગ
અમદાવાદ
મહેસાણા જિલ્લાના અલોડા ગામે સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરીને ભાજપાના નેતાઓએ ચાલીસ કરોડ રૂપિયાનું આચરેલા જમીન કૌભાંડ અંગે સંડોવાયેલા તમામ સામે તપાસ કરી તાત્કાલીક ફોજદારી ગુન્હો દાખલ કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પત્રકાર પરિષદમાં જમીન કૌભાંડના પુરાવા રજુ કરતા જણાવ્યુ હતું કે, ૧૯૭૪ માં માજી સૈનિકને જગ્યા સરકાર દ્વારા ફાળવવામાં આવી તે સમયે જે-જે શરતોથી આપેલ હતી. તેમાંની એક પણ શરતનું પાલન ઠરાવ મુજબ કરેલ નથી. તેથી સરકારના હુકમ મુજબ જગ્યા ખાલસા જાહેર થાય તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે. નવી શરતભંગની જમીન હોવા છતાં ખોટી રીતે દસ્તાવેજ કરવામાં આવેલ હોવાથી શરતભંગની કાર્યવાહી કરવામાં થાય છે. પેઢીનામાંની અંદર ખોટી રીતે પુરાવા મૂકીને રજુ કરવામાં આવેલ છે જેની અંદરના આધાર અને પંચોની સહી તથા ખોટી જગ્યા ઉપરની ફરજના અધિકારી દ્વારા કરવામાં આવેલ છે. પેઢીનામાની અંદરના રહેઠાણના પુરાવા ખોટી જગ્યા ઉપરના બતાવવામાં આવેલ છે જે તદ્દન ખોટો પુરાવો ગ્રાહૃય છે. રહેઠાણ રામોસણા છે અને કસ્બામાં એક દિવસ પૂરતા આવેલા તલાટીએ પેઢીનામું કરેલ છે. ૨૦.૧.૨૦ ના રોજ શરતભંગનો કેસ ડેપ્યુટી કલેક્ટરના ઠરાવ ઉપર લેવામાં આવેલ જે ઠરાવ રેકર્ડમાંથી ગુમ છે. ઠરાવ તા. ૧૪.૧૦.૨૧ ના રોજ ડેપ્યુટી કલેક્ટર એમ.ડી. પટેલ દ્વારા ગેરકાયદેસર હુકમ કરવામાં આવેલ છે. નવીશરતમાંથી જૂની શરતમાં ફેરવવાનો ખોટો હુકમ કરી ફક્ત ૬ દિવસમાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા રીવ્યુ કરવામાં આવેલ છે. જે ઠરાવ હાલ ના વર્તમાન રેકર્ડમાંથી ગુમ થયેલ છે.
મહેસાણા જિલ્લાના અલોડા ગામના સીમ તળાવના દસ્તાવેજ ખેતીની જમીનનો કરેલો છે અને ખરીદનારે તળાવના પૂરાણ માટે ડી.એલ.આર. માં અરજી કરેલ છે. સરકારી અધિકારીઓ કોઈના દબાણમાં ગામજનોને કોઈપણ પ્રકારનો સહકાર આપતા નથી ત્યારે સરકારી અધિકારીઓ – ભાજપાના નેતાઓ સાથે મીલીભગતથી કરોડો રૂપિયાના કૌભાંડમાં તટસ્થ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, નવીશરતની જમીન જૂની શરતમાં ફેરવવાની અરજીમાં પંચો તરીકે ખુદ જમીન ખરીદનાર પોતે જ માલિક સુરેશભાઈ લાલજીભાઈ પટેલ એ પંચ તરીકે સહી કરેલ છે. જે રેવન્યુ ના કાયદા મુજબ સરકારી રેકર્ડમાં ગેરકાયદેસર ગણવામાં આવે છે. પટેલ ડાહ્યાભાઈ લાલજીભાઈ, પટેલ સુરેશભાઈ લાલજીભાઈ, પટેલ કાંતિભાઈ લાલજીભાઈ તથા તેમના ખોડિયાર ગ્રુપના દરેક વહીવટ કરતા માણસો દ્વારા ગેરકાયદેસર મંડળી રચી, સરકારી અધિકારીઓ સાથે મેળાપણા કરી મોટા – પ્રમાણમાં નાણાકીય વ્યાપાર કરી ગામના ગૌચરની તલાવડી લાયક ખેડી ના શકાય તેવી બિનખેતી લાયક જગ્યાઓ રજીસ્ટર દસ્તાવેજથી વેચાણ રાખી જમીન પચાવી પાડેલ છે. સરકારી જમીનને વેચાણ રાખતા પહેલા કલેક્ટરની મંજૂરી લેવી પડે તે પણ લીધેલ નથી. આ જગ્યા ઉપર એક પણ દિવસ ફાળવ્યા બાદ કોઈપણ પ્રકારનું કામ કે ખેતીલાયક બનાવવાની પણ પ્રક્રિયા થયેલ નથી. જે ભુતકાળમાં ૧૯૭૪ તળાવ હતું તે જગ્યા હતી તે જ હાલના વર્તમાનમાં પણ તળાવ જ છે. ફક્તને ફક્ત આ જગ્યાને સરકારી કાગળો ઉપર જ બદલવામાં આવી છે. જમીન પચાવી પાડનાર ભાજપાના નેતાઓના દબાણથી પોલીસ તંત્ર પણ ગ્રામજનોની સાચી વાત સાંભળવાને બદલે ફરીયાદીને જ આરોપી બનાવી દેવાની નીતિ અખત્યાર કરી રહી છે.