ગુજરાત સરકાર દ્વારા LRD દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષાઓમાં 20 ટકા વેઈટીંગ લીસ્ટ બનાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી વય મર્યાદા તેમજ બીજી રીતે રહી જતા યુવાનોને ફાયદો થશે. બીજી તરફ LRD મુદ્દે જ પોરબંદર સોરઠીયા રબારી સમાજ દ્વારા આમરણાંત ઉપવાસ આદરવામાં આવ્યા છે. LRD પરીક્ષામા 100 થી વધુ વિદ્યાર્થી મેરિટમા ન આવતા ઉપવાસ આદર્યા છે. તો બિન સચિવાલય મુદ્દે સરકાર હવે ટસની મસ થવા તૈયાર નથી.
પોરબંદર સોરઠીયા રબારી સમાજ દ્વારા આમરણાંત ઉપવાસ
ચાલુ વર્ષમાં 8,135 યુવાનોને નોકરીની તકો પૂરી પાડી
ગૃહમંત્રીએ બિન સચિવાલય વિશે શું કહ્યુ?
આ અંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં 20 ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક જ સંવર્ગ માટે પરીક્ષાઓ યોજાતી હોય માત્ર તેવા પ્રસંગોએ જ અત્યાર સુધી વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવતું હોય છે. પરંતુ, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં એક થી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી 2019માં લેવાયેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવેલ ન હતું. આવા નિયમોમાંથી છૂટછાટ આપીને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં ખાસ કિસ્સામાં આ વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલ પરીક્ષામાં વિવિધ સંવર્ગમાં જે ભરતીઓ થઇ છે તેમાં યુવાનો ઘણી વાર હાજર થતા નથી તથા અન્ય જગ્યાએ નિમણૂક થતાં પણ નોકરી છોડીને જતા રહેતા હોય છે. તેમજ ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઇ જતી હોઇ, તેવા ઉમેદવારોને પણ તક મળે તે આશયથી આવી ખાલી પડેલ જગ્યાઓ ભરવા સારૂ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી 2019માં લેવામાં આવેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે 1.20 લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે, તે જ રીતે ગૃહ વિભાગમાં પણ છેલ્લા 11વર્ષમાં 67 હજારથી વધુ યુવાનોની ભરતી કરીને નોકરી પૂરી પાડી છે. લોકરક્ષકમાં પણ ચાલુ વર્ષમાં 8,135 યુવાનોને નોકરીની તકો પૂરી પાડી જિલ્લા ફાળવણી કરી દેવામાં આવી છે. 1,575 જેટલી સામાન્ય સંવર્ગની મહિલા લોકરક્ષકની જગ્યા માટેની દસ્તાવેજ ચકાસણી અને અન્ય કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થયેથી ટુંક સમયમાં તેઓનું પણ પરિણામ પ્રસિધ્ધ કરી જિલ્લા ફાળવણી કરવામાં આવશે. તે જ રીતે ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી વર્ષમાં પણ 12 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થશે તેમ તેમણ ઉમેર્યું હતું. LRD પરીક્ષામા 100 થી વધુ વિદ્યાર્થી મેરિટમા ન આવતા ઉપવાસ આદર્યા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પહેલા મેરીટ લીસ્ટ જાહેર કરાતા રોષ છે. મેરીટ લિસ્ટમાં રબારી સમાજના ઉમેદવારોને અન્યાય થયો હોવાનું આરોપ લગાવાયો છે. જિલ્લા કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. બિન સચિવાલય આંદોલન અને કોંગ્રેસ વિષે પ્રતિક્રિયા આપતા પ્રદીપસિંહે જણાવ્યુ હતુ કે, રાજકિય રોટલા શેકવા માટે કોંગ્રેસ યુવાનોને ગેરમાર્ગે દોરે છે. આજથી SIT ની તપાસ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ મગરના આંસુ સારવાનવુ બંધ કરે તો સારૂ.