કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલ
અમદાવાદ
આજે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે બીટી કપાસ બીજના વેચાણમાં થતી ગેરરીતિ અંગે મહત્વપૂર્ણ પુરાવા રજૂ કરતા સરકાર સામે પ્રશ્નો ઉભા કર્યા છે.મનહર પટેલે કહ્યું હતું કે ખાનગી કંપનીઓ બીટી કપાસ બનાવે છે.પરંતુ આ કંપનીઓ ખેડૂતોને છેતરીને બમણા ભાવ વસૂલ કરે છે.જો કે આ અંગે રાજ્ય સરકાર કોઈ પગલાં લેતી નથી.ગુજરાતમા ગેરકાયદેસર આશરે ૮૦ લાખ પેકેટ કપાસ બીજનુ વેચાણ છે. તેનો ચોખ્ખો નફો 368 કરોડ સીધો બીયારણ કંપનીઓને થાય છે.તેમજ બીટી કપાસ બીજના વેચાણ માટે કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ નથી.
મોન્સાન્ટોની ટેકનોલોજી આજે હયાત નથી અને તેને બીજ કંપનીઓ રોયલ્ટી ચુકવતી પણ નથી તો રાજ્યમા વેચાતા માન્યતા પ્રાપ્ત બીટી કપાસ બીજ માટે જવાબદાર મોન્સાન્ટો કે સ્થાનિક કંપની કે વેચનાર રીટેલરે ? જ્યારે મોન્સાન્ટો કંપનીને રોયલ્ટી ચુકવાતી હતી ત્યારે ૭૩૦/-રુપિયા હતા અને આજે રોયલ્ટી બંધ કરી તો રાજ્ય સરકારે સ્થાનિક કંપનીઓને ૮૧૦/- રુપિયા કેમ કર્યા ? ૮૦/- રુપિયાનો વધારો રાજ્ય સરકારે ખેડુતોના ખીચામાથી વધારાના અપાવ્યા . ગુજરાતમા ગેરકાયદેસર આશરે ૮૦ લાખ પેકેટ કપાસ બીજનુ વેચાણ છે તેનો ચોખ્ખો નફો ૩૬૮ કરોડ સીધો બીયારણ કંપનીઓને ૩૬૮ કરોડનો (૪૬૦/- * ૮૦,૦૦૦૦૦ લાખ પેકેટ) બીટી કપાસ બીયારણના ભાવો નક્કી કરવાની સરકાર પાસે કોઇ પોલીસી હયાત છે ? સીડ એક્ટ નીચે ચાલુ વર્ષે બિયારણ ચકાસણી માટે કેટલા નમુના લીધા ? રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા કે કૃષિ યુનિ. ના અભિપ્રાય વગર ગેરકાયદેસર વેચાતા BT 4G/5G બીયારણ એ છે શુ ? બીટી કપાસ બીયારણ ચકાસણી માટે રાજ્યની બીજ ચકાસણી પ્રયોગશાળામા અદ્યતન સાધનો સાથે છેલ્લી ટેકલોજી સાથે સુસજ્જ છે ? અને તેમા લાયકાત ધરાવતા બાયોટેક્લોજીસ્ટ અને પ્લાન્ટ કેમિસ્ટ છે ?બીટી કપાસ બીજના વેચાણ માટે કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ છે ? વગર ભલામણે આવા નામોથી કપાસ બીજ વેચાય છે. ખેતીવાડી ખાતુ તંત્ર મૌન કેમ ?