થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી ટ્રાયલ શરૂ કરવાની તસવીર
અમદાવાદ
અમદાવાદ મેટ્રો શરૂ કરવા માટે તંત્ર તરફથી ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે .જેને અનુસંધાને મેટ્રો વિભાગના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આજે 29 એપ્રિલ 2022ના રોજ, થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી ટ્રાયલ શરૂ કરવા માટે 3 કાર ટ્રેનને એપેરલ પાર્કથી ટનલ મારફતે એલિવેટેડ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર ખસેડવામાં આવી છે. ટ્રાયલ્સમાં વિભાગમાં આ ટ્રેનના સ્થિર અને ગતિશીલ પરીક્ષણનો સમાવેશ કરવામાં આવશે જેથી કરીને સલામતી સહિત તમામ પાસાઓમાં પેસેન્જર સેવા માટે તેની તત્પરતા સુનિશ્ચિત કરી શકાય.