અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સૂચના મુજબ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને સુચના આપેલ જે અનુસંધાને પોલીસ ઈન્સપેક્ટર એન.એલ.દેસાઇ તથા પો.સ.ઈ. એસ.પી.ગોહિલ તથા સ્ટાફના માણસોએ ઉપરોક્ત વિદેશી નાગરીકોને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતાં તે
દરમ્યાન મળેલ ચોક્ક્સ બાતમી હકીકત આધારે ““અમદાવાદ સી.જી રોડ, ઓમકાર હાઉસમાં આવેલ હોટલ એ-વન માં એક નેરોબી કેન્યાની મહીલા હોટલમાં રોકાયેલ છે જે વિદેશી નાગરીકની વિઝાની મુદત પુરી થઈ ગયેલ હોવા છતા રોકાયેલ છે” જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ મહિલા પોલીસ સાથે રાખી તપાસ કરતાં હોટલ એ-વનના રૂમ નં. ૪૦૫ માં કેનિયા દેશની નેરોબીની શૈલા નામની મહીલા રોકાયેલ હોય, જેઓનો પાસપોર્ટ તથા વિઝા ચેક કરતાં શંકાસ્પદ જણાતાં વિદેશી મહિલા શૈલાને મહિલા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ લાવી પ્રાથમીક પુછપરછ કરતાં હકીકત જાણવા મળેલ કે, તેણીએ તા. ૨૯/૦૮/૨૦૧૯ થી તા. ૧૩/૦૮/૨૦૨૦ સુધીના ભારત દેશના વિઝા મેળવી ભારત દેશમાં રોકાયેલ હોવાની હકીકત જણાવી જે હકીકત આધારે એફ.આર.આર.ઓ. કચેરી પાંજરાપોળ આંબાવાડી ખાતે તપાસ કરતાં ઉપરોક્ત શૈલા ઇ ટુરીસ્ટ વીઝા 29 AUG 2019 વીઝા એક્સપાઇડેટ તા.13 AUG 2020 સુધીના મળેલ, વીઝાની મુદ્દત પુર્ણ થયેલ હોવા છતા ભારત દેશમાં રોકાયેલ હોવાનુ જણાઈ આવતાં તેઓની પ્રાથમિક પુછપરછ કરતા આ મહીલા અઢીએક વર્ષથી ભારત દેશમાં આવેલ છે, તેણી જુદી જુદી જ્ગ્યાએ રોકાતી હતી. જેથી ઉપરોક્ત નૈરોબીની મહિલા શૈલા વિરૂધ્ધમાં અત્રેની ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે ધી ફોરેનર એક્ટ ૧૯૪૬ ની કલમ ૧૪(એ) મુજબ ગુન્હો દાખલ કરી, આગળની વધુ તપાસ પો.સ.ઈ. એસ.પી.ગોહિલ ચલાવી રહેલ છે.