પિસ્ટલ તથા કાર્ટીઝ સાથે એક આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

 

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ના અધિક પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. મંડલીકની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને સુચના અને માર્ગદર્શન આપેલ જે હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.દેસાઇ. તથા પો.સ.ઈ. આઇ.એસ.રબારી તથા પો.સ.ઇ. જે.વાય.પઠાણ દ્વારા મિલ્કત સબંધી ગુન્હાઓ તથા નાસતા ફરતા આરોપીઓ તથા હથિયારોના કેસો શોધી કાઢવા સારુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી હતી.તા.૨૮/૦૪/૨૦૨૨ ના રોજ પો.સ.ઇ. આઇ.એસ.રબારી તથા સ્ટાફના માણસો સાથે વર્ક આઉટમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. વિજયસિંહ ભરતસિંહ તથા પો. કોન્સ. મયુરધ્વજસિંહ ભગીરથસિંહને મળેલ બાતમી હકીકત આધારે મેઘરાજસિંહ ઉર્ફે બન્નાને વસ્ત્રાપુર હોટલ પ્રાઇડ ના પાર્કિંગ ખાતેથી ઝડપી લઇ સદરી ઇસમ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-૧ કિ. રૂ. ૨૫,૦૦૦ તથા કાર્ટીઝો નંગ-૨ કુલ્લે કિ. રૂ. ૧૦૦ તથા સેમસંગ ફોલ્ડ મો. ફોન કિ. રૂ. ૫૦,૦૦૦ તથા આઇફોન-૧૩ પ્રો કિ. રૂ. ૫૦,૦૦૦ તથા આઇફોન- ૧૩ મીની કિ. રૂ. ૩૦,૦૦૦/- તથા મર્સીડીઝ ગાડી કિ. રૂ. ૨૫,૦૦,૦૦૦/- ગણી તમામની કુલ્લે કિં.રૂ. ૨૬,૫૫,૧૦૦ નો મુદ્દામાલ પંચનામા વિગતે કબ્જે કરવામાં આવ્યો હતો.પકડાયેલ આરોપીની પુછપરછ કરતા જણાવેલ કે પોતે સાણંદ ખાતે એકવા ફિનાલ નામે પાણીનો પ્લાન્ટ ધરાવી વેપાર કરે છે, તેમજ જમીન દલાલી પણ કરે છે. ચારેક વર્ષ પહેલા સુરેન્દ્રનગર માલવણ ટોલટેક્ષ ખાતે ગેડીયા ગામના મુન્નાભાઇ નામના ઇસમ સાથે ઝઘડો થયેલ બાદ બંન્ને ને અંદરો અંદર સમાધાન થઇ જતા એકબીજાને મિત્રતા થયેલ, પોતાને હથિયાર રાખવાનો શોખ હોવાથી હથિયાર લાવી આપવા બાબતે મુન્નાભાઇને વાતચીત કરેલ દરમ્યાન પોતાનો જન્મદિવસ આવતા મુન્નાભાઇએ બર્થડે ગીફ્ટ માં પિસ્ટલ તથા કાર્ટીઝો આપેલ જે હથિયાર ચાર વર્ષથી પોતાની પાસે રાખતો હતો. તેમજ ચારેક મહિના પહેલા સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન માં પોતાનો મિત્ર આકાશ પટેલ ૭૦ પેટી જેટલા ઇંગ્લીશ દારુના જથ્થા સાથે પકડાયેલ જે કેસમાં પોતાનુ નામ આવેલ, પોતે નાસતો ફરતો હોવાથી અમદાવાદ ખાતે જુદા જુદા ઓળખીતાના ઘરે રહેતો હતો. ગઇ તા. ૨૮/૦૪/૨૦૨૨ ના રોજ પોતાની માલિકીની મર્સીડીઝ ગાડીમાં હથિયાર સાથે રાખી વસ્ત્રાપુર હોટલ પ્રાઇડ ખાતે પોતાના મિત્રોને મળવા સારુ આવેલ હોવાની હકીકત જણાવી હતી.જેથી આરોપી વિરુધ્ધ ડી. સી. બી. પો.સ્ટે “બી” ધી આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, ૨૯ તથા જી. પી. એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી તેમાં સાણંદ જી.આઇ.ડી.સી પો.સ્ટે પ્રોહી એકટ કલમ ૬૫(એ)ઇ, ૧૧૬(બી), ૮૧ મુજબ આરોપી ગુન્હામા નાસતો ફરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com