ફાઈલ તસ્વીર
૧૮.૯૬ ગ્રામ એમ.ડી. કિ.રૂ.૧,૮૯,૬૦૦ મળી કુલ રૂ.૯,૮૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંઘ તથા નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. મંડલિકની સુચના આધારે પો.ઇન્સ. ડી.બી.બારડ, પો.સ.ઇ. એમ.એચ.શિણોલ,પો.સ.ઇ. એસ.બી.પટેલ તથા પોલીસ સ્ટાફના પો.કો. દિગ્વિજયસિંહ ભુરુભાને મળેલ બાતમી હકીકત આધારે સ્કોડના માણસો સાથે તા.૨૯/૦૪/૨૦૨૨ ના રોજ અમદાવાદ, એસ.જી.હાઇવે, કર્ણાવતી ક્લબ પાસે, સર્વીસ રોડ ઉપર નિકુંજ બંગલા સામે જાહેર રોડ ઉપરથી મોહમદ સોહેલ ઉર્ફે હાજીબાવા , જમાલપુર , મોહમદરાહીલ ઉર્ફે રાહીલ બાબા અબ્દુલસમદ કુરેશી રહે. રાયખડ ,શક્તિસિંહ શૈલેન્દ્રસિંહ ચૌહાણ રહે. સાણંદ પાસેથી કબ્જામાંથી ગેરકાયદેસરનો મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપીઓ પૈકી મોહમદસોહેલ ઉર્ફે હાજીબાવાની ઝડતી તપાસમાંથી કુલ ૧૩.૮૦ ગ્રામ કિંમત રૂ.૧,૩૮,૦૦૦/- ની મત્તાનો મેફેડ્રોનનો જથ્થો, મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૩૦,૦૦૦/-, રોકડ નાંણા રૂ.૫,૩૦૦/- તથા તેની પાસેનું બુલેટ મોટર સાયકલ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તેમજ આરોપી મોહમદરાહીલ ઉર્ફે રાહીલ બાબા તથા શક્તિસિંહ શૈલેન્દ્રસિંહ ચૌહાણની બલેનો કારમાંથી કુલ ૦૫.૧૬ ગ્રામ કિમત રૂ.૫૧,૬૦૦/- ની મત્તાનો મેફેડ્રોનનો જથ્થો, મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧,૨૦,૦૦૦/-, રોકડ નાંણા રૂ.૨૧૦૦/- તથા તેઓ પાસેની બલેનો કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા અન્ય ઇલેક્ટ્રીક પોકેટ વજનકાંટો, પ્લાસ્ટીકની ખાલી નાની ઝીપર બેગ નંગ-૯૦ મળી કુલ કિંમત રૂ.૯,૮૭,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ પાસેથી મળી આવેલ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સબંધે પુછતા જાણવા મળેલ છે કે, આરોપીઓ એક ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ૧૫૦૦ થી ૧૭૦૦ ના ભાવથી મેળવી ૨૦૦૦ થી ૨૫૦૦ ના ભાવથી છુટક વેચાણ કરે છે. પકડાયેલ ત્રણેય ડ્રગ પેડલરો મોટે ભાગે સિંધુભવન રોડ તથા તેની આસપાસ આવેલ બાપનો બગીચો અને માહોલ કાફે પર આ ડ્રગ્સનું સાંજના સમયથી લઇ મોડી રાત સુધી વેચાણ કરતા હતા. ગુન્હામાં સંડોવાયેલ અન્ય ડ્રગ્સ સપ્લાયર કે પેટા ડ્રગ પેડલર અંગે વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.