અમદાવાદ
ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ભાવનગર શહેરથી ખુબ નજીક નારી ગામમાં અગાઉ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત હતું, તે મહાનગરપાલિકા ક્ષેત્રમા નારી ગામ આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ કરી દેવામા આવ્યુ અને નારી ગામને જુના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યાએ અર્બન હેલ્થ સેન્ટર નુ નિર્માણ કરવામાં આવ્યું , આ મકાન નિર્માણ બાદ રાજ્ય ના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે જાન્યુઆરી ૨૦૨૧મા ઓનલાઈન લોકાર્પણ પણ કરી નાખવામા આવેલ છે, અને વગર સાધનોએ લોકાર્પણ કર્યા પછી આજે દોઢ વર્ષ જેવો સમય વિત્યો પરંતુ નારીનુ અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર લોકસેવા માટે કાર્યરત થયેલ નથી,
આજે એ સાધનો વગરનુ દવાખાનુ નહી મકાન બનીને ઉભુ છે. અને ગામ લોકો સરકારની આરોગ્ય વિષયક સુવિધાથી વંચિત છે અને ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેને લઈને નારી ગામના લોકોને સામાન્ય ઇમરજન્સી સેવાઓ લેવા માટે પણ ભાવનગર સુધી ધક્કા રહે છે. અને ઘણીવાર ગંભીર દર્દીઓને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.બીજી બાજુ નારી ગામને ભાવનગર મહાનગરપાલિકામાં સામેલ કર્યા બાદ સ્થાનિક રહીશોના વેરાનો કમરતોડ વધારો કરવામાં આવ્યો છે છતા આરોગ્યની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.આજે ભાવનગર શહેરનો હિસ્સો છે છતા બે-બે વર્ષથી રાજ્ય સરકારે કરોડોના ખર્ચે બનાવેલ નારી ગામનુ અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટરનુ મકાન ધૂળ ખાઈ રહ્યુ છે. જે રાજ્ય સરકાર માટે શરમજનક બાબત છે અને આ ઘોર બેદરકારીનુ પરિણામ છે, તેના કારણે નારી ગામના લોકોમા ભારે રોષ અને આક્રોશ છે, માટે નારીનુ અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર તાત્કાલિક શરુ કરવાની ગ્રામજનોની માંગ છે.અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર ત્વરીત શરુ કરવામા આવે તેવી માંગ મનહર પટેલે આરોગ્યમંત્રી ને કરી છે.