ઉન્નાવના ગેંગરેપના સમાચારની હજુ તો શાહી પણ સુકાઇ નથી ત્યાં ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં 14 વર્ષની એક સગીર બાળા પર ત્રણ યુવકોએ બળાત્કાર કર્યો હતો અને આટલેથી નહીં અટકતાં એનો વિડિયો બનાવીને સોશ્યલ મિડિયા પર મૂકી દીધો હતો. જો કે પોલીસે બળાત્કાર કરનારા ત્રણે યુવકો અને વિડિયો ઊતારનારા ચોથા યુવકને ચારેને ઝડપી લીધા હતા અને કિશોરીને ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી. રોજની જેમ આ છોકરી ત્રીજી ડિસેંબરે ખેતરમાં શાકભાજી ચૂંટવા ગઇ હતી. એને એકલી જોઇને આ ત્રણ યુવકો ત્રાટક્યા હતા. એક અહેવાલ પ્રમાણે ત્રણે બળાત્કારીઓ પણ સગીર વયના છે. આ ગેંગરેપની ફરિયાદ કિશોરીના કાકાએ લખાવી હતી. પોલીસ વધુ પૂછપરછ કરી રહી હતી. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર સામે દિવસે દિવસે લોકોનો રોષ વધતો જાય છે.
જઘન્ય બળાત્કારનો સિલસિલો યથાવતઃ બુલંદશહેરમાં સગીરા સાથે રેપનો વીડિયો વાઇરલ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments