ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. ત્યારે ગુજરાતમાં એ.સી.બીના હાથે દર અઠવાડિયે ચાર જેટલા બાગડ બિલ્લા ઓ એસ. સી બી. ની ટ્રેપમા આવી જાય છે. ત્યારે આઉટસોર્સિંગ કર્મચારીઓએ પણ કાયમી કર્મચારી કરતાં પાવર અને સૌથી વધારે ધનાઢ્ય બની ગયા છે, ત્યારે ગુડાના એક આઉટસોર્સિંગ કર્મચારી ની મિલકતો ની ફરિયાદ એ. સી. બી. થી લઇને રાજ્યના મુખ્યમંત્રી કમિશનરને કરવામાં આવી છે. ત્યારે ૨૨ હજારના પગારદાર નું વૈભવી જીવન એટલે આંખો ફાટી જાય એવું છે, ત્યારે અરજદારે પોતાની ફરિયાદમાં એક બાઠીયા તરીકે પ્રચલિત એવા આઉટસોર્સિંગના કર્મચારી ની સામે સીધી સોય તાકી ને ફરિયાદ કરી છે. ત્યારે અગાઉ આ કર્મચારી ડેપ્યુટી કલેક્ટર ના નામે એક બિલ્ડર પાસેથી ૩ લાખ રોકડા લીધા હતા. ત્યારે ગુડા કચેરીમાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટરને અરજદારે જણાવ્યું કે પૈસા આપવા છતાં મારું કામ કેમ થતું નથી ,ત્યારે ડેપ્યૂટી કલેકટરને આ વાતની ખબર જ નથી અને ડેપ્યુટી કલેક્ટર ના નામે તોડ પાણી કરી લેતાં તેને તેના ડ્રોઅર માંથી ત્રણ લાખ રૂપિયા મળી આવતા અધિકારીએ ફરિયાદ કરતા આ કર્મચારીને છૂટો કરવામાં આવેલ હતો ,પણ પાછળથી આ અધિકારીની સામે માફી માગીને પાછી ઘૂસ મારીને હવે મોટા તોડ-પાણી કરતા હોવાનું અને તેની જે મિલકતો છે, તે તેની આવક કરતાં અધધ….હોવાનું અરજદારો જણાવ્યું છે.
૧૫ વર્ષથી એક જ જગ્યાએ આઉટસોર્સિંગ માં નોકરી કરતાં તેમની ફાઈલ છુટા કરવા માં ચાલી હતી જે ગુમ કરી દેવામાં આવી છે.ત્યારે એક ડેપ્યુટી કલેક્ટરને આજીજી કરીને જેમની પાસે આ વ્યક્તિની તપાસ હતી, તેમાં ફાઇલ ગુમ કરવામાં મહત્વનો ફાળો આ અધિકારીનો છે, ત્યારે આ અધિકારીની હાલ બદલી થઈ ગયેલ છે. ૨૦ હજાર નો પગારદાર અને અને વૈભવી જીવન, બે લાખ કરતાં વધુ આવક ની પ્રેક્ટિસ ધરાવતો આ કર્મચારી કોણ? ભગવટા પ્રમાણપત્ર લેવામાં આઉટસોર્સિંગ ના કર્મચારીઓ દલાલો બની ગયા છે. ત્યારે ગુડાના આ કર્મચારી પોતે ૭૫ લાખનો હમણાં નવો ફલેટ, સોનું મોટાપાયે ખરીદી હોવાની ચર્ચા, દસ લાખ ની નવી ગાડી, ચંપલની દુકાન, મોંઘાદાટ મોબાઈલ, તમામ ઘટના સભ્યો પાસે આધુનિક ફર્નિચર, ચંપલ ની દુકાન માં રોકાણ આ કર્મચારીનું છે. સંતાનો વૈભવી જીવન અને શિક્ષણ મેળવી રહ્યા છે. દીકરી નો મોડેલિંગ ખર્ચ વર્ષે ૪ લાખ છે. ત્યારે આ કર્મચારીનો જે પગાર ૨૨ હજાર મહિને ગણવામાં આવે તો વર્ષે અઢી થી ૩ લાખ નો પગાર થાય, ત્યારે તેમની દિકરીનો મોડલિંગનો ખર્ચ ૪ લાખ છે.
દીકરી ના જન્મદિવસ, લગ્નની એનિવર્સરી નો ખર્ચ વર્ષે ત્રણ લાખ છે. આઠ જેટલી બેંકોમાં અન્ય ખાતાઓ છે , બેંક લોકરો ,૫૦થી વધુ તોલા સોનું, હીરા ,જવેરાત, ૨ એક્સેસ ટુ વ્હીલર,GJ-18 ખાતે ચાર જેટલા મકાનો ધરાવતા ક્લાર્ક પાસે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી ?
ગુડા ના આ કર્મચારી અત્યારે મોટા ભાગનો અધિકારીનો વહીવટદાર બની ગયો છે. ગુડા દ્વારા આ આઉટ શોર્શિંગ કર્મચારીને બચાવવા કેમ અધિકારી હવાતીયા મારી રહ્યા ચે, તે ખબર નથી, ત્યારે મુખ્યમંત્રીથી લઇને ACB કચેરીના અધિકારી સુધી ફરીયાદ અરજદારો કરતાં અને સે-૬ પોલીસ સ્ટેશને પણ અરજદારે તા.૦૨.૦૪.૨૦૧૧ ના રોજ ફરીયાદ આપી છે.