GJ-18 ના પણ બે ભાગ પડી ગયા છે, તેમાં OLD GJ-18 અને ન્યુGJ-18 , ત્યારે બે વર્ષથી કોરોનાની મહામારી ના કારણે અનેક યાત્રા ઓ ઉપર પ્રતિબંધના કારણે મુલતવી અને અમુક વ્યક્તિઓ પૂરતી સીમિત રાખવામાં આવી હતી, કોરોનાની મહામારીમા સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે પણ જરૂરી હતું. ત્યારે હવે કોરોના ના કેસ તદ્દન ઘટી જતા પરશુરામ જયંતિ નિમિત્તે સવારે રાજ્યકક્ષા બ્રહ્મ સમાજ દ્વારા અને સાંજે GJ-18 ખાતે આવેલ સે. -૧૬ બ્રહ્મ સમાજ(બ્રહ્મ ભવન )ખાતેથી નિકળી હતી, અને આ યાત્રાનું પણ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે GJ-18 ના ઇતિહાસમાં સૌપ્રથમવાર મોર્નીંગ અને ઈવનીંગ નીકળતા ચર્ચાનો વિષય બન્યો હતો.
આ યાત્રામાં ઠેર -ઠેર ભાવિ ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે પરશુરામ દાદા નો ભાલો જે બ્રહ્મ સમાજના આગેવાનો માં જાેવાઇ રહ્યો છે .ત્યારે આ કોઈ રાજકીય કાર્યકમ નથી, પણ સર્વત્ર બ્રહ્મસમાજ થી લઇને જાહેર જનતા માટે નો કાર્યક્રમ હતો. ત્યારે આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે ,ત્યારે બ્રહ્મ સમાજ ના પણ ઉમેદવારોના નામ બોલાઇ રહ્યા છે. ત્યારે દેશમાં પટેલ પાવર બાદ હવે બ્રહ્મ પાવર નો પણ માર્કેટમાં ટેમ્પો જામ્યો છે. ત્યારે વર્ષોથી પટેલ પાવર બાદ હવે બ્રહ્મ સમાજ માં પણ એકતા નો મોટો સંચાર જાેવા મળી રહ્યો છે. ઠીક છે કે મતભેદ હોય પણ મનભેદ ન હોવા જાેઈએ, બાકી કામ તો સમાજનુ જ છે ,ને ભાઈ? ત્યારે આ વર્ષમાં જે સમાજાેની શોભાયાત્રા નીકળી તેમાં બ્રહ્મ સમાજ પ્રથમ ક્રમાંકે દેખાઈ રહ્યો છે .અને તેમાં બે શોભાયાત્રા હોય જેમાં મોર્નીંગ અને ઈવનીંગ તેમ બે શોભાયાત્રા ય્ત્ન-૧૮ જિલ્લામાં ઇતિહાસ અને દેશમાં પણ ઇતિહાસ સર્જ્યો છે.