GJ-18 મનપા દ્વારા હમણાં જ ટેક્સ બિલો નગરજનોને આપવામાં આવ્યા છે.ત્યારે GJ-18 એટલે કે કર્મચારીઓની નગરી અને સિનિયર સિટીઝનો ની નગરી વૃક્ષોની નગરી ,પણ કહેવાય છે. ત્યારે રીટાયર્ડ થયા બાદ તબિયત સારી ન હોય પણ સરકારી ફરફરીયુ આવે એટલે ટેન્શનમાં આવી જાય, ત્યારે એવા અધિકારી પણ છે કે હરહંમેશ સેવામાં જાેતરાયેલા રહેતા હોય છે ,ત્યારે ભારતના વડાપ્રધાનને શોર્ટમાં પી. એમ. કહેવાય છે, મુખ્યમંત્રીને સી. એમ. , ચીફ સેક્રેટરીને સી.એસ.અધિકારીના સ્ટેશનોને પી. એ. કહેવાતા હોય છે, ત્યારે સોર્ટકટ માં ઘણા જ અધિકારી ,વ્યક્તિઓના નામ અટક અને જ્ઞાતિ થી પણ ઓળખતા હોય છે ,ત્યારે સીએમ એટલે મુખ્યમંત્રી, ત્યારે અહીંયા જીએમસી GJ-18 ખાતે ડેપ્યુટી કમિશનર વૃદ્ધ માટે તારણહાર બન્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મનપાના ડેપ્યુટી કમિશનર સી.એમ.ત્રિવેદી પોતે ઓફિસેથી આવીને કારમાંથી ઉતરતા હતા, ત્યારે તેમણે જાેયું કે એક વૃદ્ધ પોતે શરીરના અમુક ભાગોથી દિવ્યાંગ છે, ત્યારે તેમણે વૃદ્ધ પાસે જઈને અહિંયા આવવાનું કારણ પુછ્યું કે દાદા શું કામ અહીંયા આવ્યા છો ? ત્યારે તેમણે ટેક્સ ભરવા આવ્યો છું અને અને કેટલો ટેક્સ બાકી છે ,તે વિગત મેળવવા આવ્યો હોવાની વાત કરતાં તેમણે તુરત જ વ્હીલચેર મંગાવીને વૃદ્ધાને જે તે શાખામાં લઈ ગયા હતા. અને ટેક્સ ની માહિતી ની જાણ કરીને ટેક્સ પણ ભરાવી દઈને પહોંચ આપી હતી અને ડેપ્યુટી કમિશનર સી.એમ ત્રિવેદીએ જણાવેલ કે કંઈ કામ હોય તો મોબાઈલ નંબર આપેલ અને અહીંયા નું કાંઈ પણ કામ હોય તો જણાવશો, ત્યારે હોય સી.એમ બન્યા વૃદ્ધો માટે તારણહાર ,ત્યારે પીએમ, સીએમ સી. એસ.,એમ.ડી આ બધા સોટકટ નામોના હોદા શું છે? અધિકારી જાણતા હોય છે ,ત્યારે અહીંયા ડેપ્યુટી કમિશનર સી.એમ ત્રિવેદીએ પ્રજાલક્ષી જે રાજકારણીઓ કરતા હોય છે તેમ કામ કરીને વૃદ્ધત્વ ના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારે તંત્રમા સી.એમ ત્રિવેદી ની જેમ દરેક અધિકારી, કર્મચારી ફક્ત એક અરજદારનુ આવી રીતે કામ કરે તો સરકારમાં ધક્કા મુક્કી રહે ખરી? સી.એમ તુને કર દિયા કમાલ