ગુજરાતનું કહેવાતું પાટનગર એવું GJ-18 ખાતે ૩ ટર્મથી મનપા એવું મહાનગરપાલિકા વહીવટ કરે છે, ત્યારે અનેક કચરો,ડસ્ટબીન ના પ્રશ્નની ધમાસણા મચ્યું છે, ત્યારે પ્રજાનો વ્હાલો હોય તો ટેક્સ, કામના નામે કરી દે ફેક્સ, પ્રજા પાસે ઉઘરાવે ટેક્સ, પ્રજાને વિકાસના વાતોથી કરે રિલેક્સ, કામ કરે ફક્ત સિલેક્ટ જેવો ઘાટ સર્જાયો છે. ક્યારે મનપા દ્વારા અગાઉ કચરાની ડસ્ટબીનો લાખો રૂપિયાની પેટીઓ મૂકવામાં આવી હતી, જે મોટા કન્ટેનર જેવી હતી, જે આજે લોખંડ-ભંગારમાં કાટ ખાઈ રહી છે, ત્યારબાદ ડસ્ટબીન બનાવવામાં આવી, તે પણ ફેલ ગઈ, જે ભંગારમાં જેવો ઘાટ સર્જાયો, ત્યારબાદ સુરત માં ફેઇલ ગયેલો પ્રોજેક્ટ GJ-18 ખાતે અપનાવવામાં આવ્યો છે, તે પણ ફેઇલ ગયો હોય તેવું લાગે છે. ત્યારે કચરો નાખવા જે ડસ્ટબીન બનાવવામાં આવ્યા છે તેમાં ગાયો અને ઢોરોના ત્રાસથી કવચ બનાવ્યું હતું. પણ ખાટલે મોટી ખોટ હોય તેમ કચરો ઉપાડવા ન આવતા કચરાના ઢગ પેટીથી છલકાઇ જતા ગાયોને મોજ પડી હોય તેમ ડસ્ટબીન માં મોઢું નાખીને કચરો ચાવી રહી છે,
પ્રજાને ઉઘરાણી પઠાણી કરવામાં તત્પર છે, પણ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા જે નગરસેવક નું ઉપજતું હોય તેમનું કામ થાય છે, બાકી જે ગ્રાન્ટો નગરસેવકોને મળી રહી છે. તે ગ્રાન્ટો ના પત્રો જે વિકાસના કામોના આપ્યા છે, તે પત્રો લટકેલા ગાજર ની જેમ ફાઇલમાં પડી રહ્યા છે, ભાજપના ૪૧ નગરસેવકો ચૂંટાયા છે, ત્યારે માંડ ૨૦ જેટલા નગરસેવકોએ વિકાસના કામો અને પ્રજા સાથે ડોર ટુ ડોર જાેડાયેલા છે, બાકી મોટાભાગના નગરસેવકો નું કામમાં પાંચીયું જતું નથી, બહુ અવાજ કરે તો ૧૦ માંથી માંડ બે કામ થાય એટલે ચૂપ જેવો ઘાટ સર્જાય છે, ત્યારે ભાજપ દ્વારા અનેક બેઠકો કરવામાં આવે છે, પણ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા નગરસેવકો કામ કરતા નથી, તેમની સીધા કરવાની માંગ પણ પ્રજામાં ઉડી છે. ત્યારે હમણાં જ થોડા મહિના પહેલા ૪ થી ૫ નગર સેવકો કાગારોળ મચાવતા હતા ત્યારે પ્રદેશ પ્રમુખે કડક સૂચના આપી કે જે મર્યાદામાં ન રહેતા હોય અને પક્ષ વિરોધી અને પક્ષને નુકસાન કરતા હોય તેમને તગેડી મૂકવવાના, આ સૂચના બાદ સુધારો તો આવ્યો, પણ પ્રજાના કામો થતાં નથી, તે સુધારો લાવવાનો જરૂરી છે.સે-૧૯ ખાતે એક ગટરનું ઢાંકણું ૪ મહિનાથી નગરસેવકો ના નખાવી શક્યા, અને માટીનું પુરાણ કરીને કામ પૂર્ણ કરી દીધું, તો શું આ નગરસેવા કોનું કામ છે, પ્રજા ટેક્સ ભરે છે, તે નાણામાંથી બજેટ, પગાર વપરાય છે, બાકી આંગળી ઊંચી કરવા અને શોભાના ગાંઠિયા સમાન નગરસેવકો કામ નથી કરતા એવા અનેક નમૂનાઓ છે, ત્યારે શહેરમાં મુકેલા ડસ્ટબીન જેથી પાછળ લાખોનું દાન કરવામાં આવ્યું છે, ત્યાં હવે ઢોરો ને પણ ઢાંકણા ખોલતાં આવડી ગયું છે, અને કચરો ભરાઇ જાય એટલે મનપા સમયસર ન ઉઠાવતા આખરે ઢાંકણું ઊંચું કરીને મોજથી કચરો મળી રહે છે, કચરો કચરા પેટી ની બહાર આવી રહ્યો છે, ત્યારે સમયસર કચરો લેવામાં આવે તે જરૂરી છે.