ગુજરાતમાં રોજ-બરોજ એ.સી.બી.ની ઝપટે અધિકારી, કર્મચારી પકડાય છે, ત્યારે પહેલા કહેવાતું હતું કે ફલાણા અધિકારી લાખોપતિ, અને કરોડપતિ છે, ત્યારે અબજાેપતિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે ગ્રાન્ટ આપે છે. તેમાં ૨૫% વપરાય અને ૭૫% ભ્રષ્ટાચાર અને તગારે, પગારે જઈ રહી છે, ત્યારે ગુજરાત તકેદારી આયોગે અધિકારી-કર્મચારી સામે શિસ્ત અને અપીલના નિયમો નીચે ભારે શિક્ષાની કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યોફાલ્યો છે, કે રીટાયર્ડ બાદ તંત્ર આ લોકો વગર ચાલી જ ન શકે, એવો માહોલ ઊભો કરીને ૫ થી વધારે વર્ષ એક જ બ્રાન્ચ માં ફલાઈ રાખવામાં આવે છે. ત્યારે નંગા નાયેગા ક્યા ? નીચો ડેગા કયા ? તેમ બ્રષ્ટાચાર વ્યાપક નહીં પણ વ્યાપક થતો હોય ત્યારે જ તપાસના અંતે ગુજરાત તકેદારી આયોગે કડક શિક્ષાની કાર્યવાહીની ભલામણ કરી હશે, ત્યારે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ બદલ ૨૨ અધિકારી-કર્મચારી સામે ગુજરાત તકેદારી આયોગે ફોજદારી ધારા હેઠળ કાર્યવાહી કરવા ભલામણ કરી છે. જ્યારે ૨૧૧ જેટલા અધિકારી-કર્મચારી સામે સંબંધિત આક્ષેપિતોને લાગુ પડતાં શિસ્ત અને અપીલ નિયમો નીચે ભારે શિક્ષાની કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.તેમજ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન ) નિયમો હેઠળ ૨૪ અધિકારી કર્મચારી સામે પેન્શન કાપની ભલામણ કરી છે. ત્યારે સૌથી વધારે ૩૫૭ જેટલા અધિકારી-કર્મચારી સામે કાર્યવાહી ની ભલામણ હોય તેમાં સૌથી વધારે ૧૬૮ અધિકારી કર્મચારી થઈને સરદાર સરોવર નર્મદા નિગમ તથા ૪૬ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ના કર્મચારી અધિકારીઓનો સમાવેશ થાય છે.