GJ-18 ખાતે રાહતદરના ૩૫૬૩ પ્લોટની ફાળવણી કેટલાક લાલચુ નેતા-અધિકારીઓને કારણે અટકી

Spread the love


ગાંધીનગર શહેરમાં રહેણાંકના ૩૫૬૩ પ્લોટ ખાલી હોવા છતાં ફાળવણી થઇ શકતી નથી. રાહતદરના પ્લોટ લઇને નેતાઓ અને અધિકારીઓ વેચી દેતા હોવાથી અદાલતમાં થયેલી પિટીશનના કારણે પાટનગરમાં પ્લોટની ફાળવણી અટકી ગઇ છે. ગાંધીનગરમાં રાજકીય નેતાઓ, અધિકારીઓ તેમજ કર્મચારીઓને રહેણાંકના પ્લોટ રાહત દરે આપવાની નીતિ હોવા છતાં છેલ્લા બે વર્ષથી સરકારે કોઇ પ્લોટની ફાળવણી કરી નથી, કારણ કે શહેરમાં પ્લોટની ફાળવણી કરવા સામે અદાલતી કેસ ચાલી રહ્યો છે.
ગુજરાતના પાટનગરની સ્થાપના થયા પછી લોકોને વસાવવા માટે સરકારે રાહતદરના પ્લોટની જાહેરાત કરી હતી જેનો લાભ સંસદસભ્યો, ધારાસભ્યો, અધિકારીઓ તેમજ કર્મચારીઓને આપવામાં આવેલો છે. એટલું જ નહીં ગાંધીનગરમાં કર્મચારીઓને રહેવા માટે વિવિધ કેટેગરીના ૨૨૦૦૦ થી વધુ આવાસો પણ બનાવવામાં આવેલા છે.
માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ૨ નવેમ્બર, ૨૦૧૨થી મૂકવામાં આવેલા મનાઇ હુકમના કારણે ખાલી પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. એટલું જ નહીં, ૨૮ ઓગષ્ટ ૨૦૧૭ના રોજ હુકમની વિગતોએ સુઓમોટોનો આ કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે.
ગાંધીનગરમાં સામાન્ય રીતે રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓને ૩૩૦ ચોરસમીટરના પ્લોટ આપવામાં આવે છે જ્યારે કર્મચારીઓને ૮૧ થી ૨૫૦ ચોરસમીટરના પ્લોટ અપાયા છે. અગાઉ અપાયેલા તમામ પ્લોટ રાહત દરે સરકારે આપ્યા છે પરંતુ પ્લોટ ધારકોએ સમયજતાં તેનો બજાર ભાવમાં સોદો કરીને ખુલ્લા બજારમાં વેચી માર્યા છે. પ્લોટનું આવું વેચાણ અટકાવવા માટે અદાલતમાં વખતો વખત પિટીશન કરવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com