ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતેથી તમામ ઓર્ડરો, હુકમો, આદેશો, પરિપક્વ થી લઈને અનેક ર્નિણયો અહીં લેવામાં આવે છે, ક્યારેક કહેવત છે કે ગામના છોકરા ને ઘંટીનો આંટો મોડો જમળે, બાકી પહેલા અકલા, બકલા લઈ જાય, તેવો ઘાટ GJ-18 નો છે, ત્યારે GJ-18 ખાતે પહેલા સેક્ટર-૩૦ ખાતે કોર્ટ આવેલી હતી તે ટ્રાન્સફર સેક્ટર-૧૧ ખાતે થઈ પણ ખાટલે મોટી ખોટ હોય તેમ ત્રણ માળની કોર્ટમાં લિફ્ટ ન હોવાથી અનેક વકીલોને કોર્ટમાં દાદરા ચડવા અનેક સમસ્યાઓ વધી રહી છે, ક્યારે બાર કાઉન્સિલના કરણસિંહ વાઘેલા, તથા બારકાઉન્સિલના સભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ શંકરસિંહ ગોહિલ દ્વારા અગાઉ રજૂઆત કરી હતી. પણ હજુ પરિણામ મળ્યું નથી ત્યારે જે રજૂઆત કરી હતી, તે વખતે ગૃહમંત્રી અને કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજા હતા, અને હાલ રાજેન્દ્રભાઈ ત્રિવેદી પોતે છે, ત્યારે GJ-18 કોર્ટની જમીન તો મળી ગઈ પણ જમીન બાદ કન્ટ્રકશન કરવા જે ગ્રાન્ટ અને મંજૂરી જાેઈએ તે લટકણીની જેમ પડી રહી છે, ત્યારે ફાયર બ્રાન્ડ મંત્રી અને ભલભલા મેન્ટલી અધિકારીની જેન્ટલમેન બનાવી દે તેવા રાજુ જેન્ટલમેન હવે એક નજર આ તરફ નાખો બાપા.. વકીલો હવે દાદરા ચડીને ત્રસ્ત થઈ ગયા છે, ત્યારે હમણાં જ કાયદા અને મહેસુલ મંત્રી GJ-18કલેકટર કચેરી આવ્યા હતા તો ત્યાંથી ફક્ત એક મિનિટના છેડે આ જગ્યા આવેલી છે તો નજર મારવા આવો તેવું ભાવભર્યુ આમંત્રણ છે,
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન કરણસિંહ વાઘેલા તથા સભ્ય શંકરસિંહ ગોહિલ, તથા બાર એસો.ના પ્રમુખ સંજય સિંહ વાઘેલા હવે ધબધબાટી બોલાવો, અને નવા મહેસુલ મંત્રી પ્રજા તથા લોકોના પ્રશ્નોની પાવરફૂલ છે, એકવાર તો રજૂઆત કરવા જાવ, જમવું હોય અને ર્માં ન કહો તો જમવાનું ર્માં પણ ન પીરસે,તો થોડુંક કષ્ઠ વેઠો, અમે ત્રણેય ત્રિદેવ બાપુઓ મહેસૂલ મંત્રીને રજૂઆત કરો તો પાંચ વરસ આ બિલ્ડિંગ ઉભુ થઈ જશે, બાકી વર્ષો લાગી જશે, ફક્ત જમીન જાેઈને હરખાવવા કરતાં સચિવાલયમાં વકીલો માટે હવે ધક્કો ખાઈને આવો, ત્યારે ગુજરાતમાં સાણંદ, ઉમરાળા, ભાવનગરમાં ૬૮ કરોડના ખર્ચે ત્રણ બિલ્ડિંગના કામ શરૂ થતા GJ-18ના વકીલોમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે આપણો નંબર ક્યારે લાગશે.