રાજ્યમાં પોલીસ કર્મીઓની દાદાગીરી અને લુખ્ખાગીરીના કિસ્સાઓ ધુમાડે ચડ્યા

Spread the love

પ્રબુદ્ધ નાગરિકોમાં થતી ચર્ચાઓમાં આવા ગેરશિસ્ત દાખવતા પોલીસ કર્મીઓને બરતરફ કરીને નવી ભરતીઓ કરી યોગ્ય બેરોજગાર યુવાનોને તક આપી બગડેલ તત્વોનો સફાયો કરવો જાેઈએ તેવું સાંભળવા મળ્યું હતું

ગાંધીનગર
રાજ્ય પોલીસ દળની શિસ્ત ના ધજીયા ઉડાડતા પોલીસ કર્મીઓની લુખ્ખાગીરી સમગ્ર દળ ની આબરૂના લીરેલીરા ઉડાડતા કિસ્સાઓ મોટાપાયે સર્જાયા. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેર તથા રાજ્યના નાના-મોટા શહેરોમાં પોલીસ કર્મચારીઓની લુખ્ખાગીરી વધી રહ્યા થી કાયદાનું રાજ જાણે લકવાગ્રસ્ત લાગી રહ્યું છે. આવા બનાવો રોકવા પ્રબુદ્ધ નાગરિકો દ્વારા રાજ્ય પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.
વિગતો અનુસાર પ્રથમ કિસ્સો અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ઓઢવ વિસ્તારમાં થી દાહોદ જિલ્લાના વતની પંકજભાઈ નામના શખ્સ તેમની બોલેરો ગાડી લઈને પોતાના સંબંધી સાથે વિદ્યાર્થીઓના ગાંધીનગર મોટા ચિલોડા ખાતે એડમિશન લેવા જઈ રહ્યા હતા. ત્યારે ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકપોસ્ટ નજીક કેટલાક પોલીસ કર્મીઓ તથા હોમગાર્ડના જવાનો એ ભેગા મળી તેમની ગાડીને ચેકિંગના બહાને રોકી હતી.બાદમાં તમામ ને ગાડીમાંથી ઉતારીને ગાડી ના દસ્તાવેજાે માંગીને ગાડી ના માલિક એવા પંકજભાઈ ને ગાળાગાળી કરી પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો હતો. ગાડી જાેઈતી હોય તો ૧૦ હજાર આપવા પડશે તેમ કહી બળજબરીપૂર્વક રૂ.૬૦૦૦/- પડાવી લીધા હતા. અને પંકજભાઈ ને કારમાં બેસાડીને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. આ અંગે ફરિયાદ થતાં ડી.સી.પી.ઝોન-૫ તથા એ.સી.પી ની ટીમે તપાસ કરતા પોલીસે પંકજભાઈ ને માર મારી તોડપાણી કર્યાનું ખૂલતાં કોન્સ્ટેબલ વિજયસિંહ, કોન્સ. દિપકસિંહ ,હોમગાર્ડ મેહુલ ગોવિંદભાઈ તથા અન્ય એક સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી છે.
બીજાે એક કિસ્સો ગોધરા રેલવે પોલીસ મથક માં નોંધાયો છે. તેમાં સેવાલિયા પોલીસ સ્ટેશનના બે પોલીસ દ્વારા વૈષ્ણોદેવી માતાજી ના પ્રવાસ દરમિયાન મહિલા સહપ્રવાસી સાથે બીભત્સ અને ચાળા તથા પ્રવાસ દરમિયાન કરવામાં આવ્યો હોવાને લઈને ફરિયાદ કરવામાં આવેલ છે. તેમાં સેવાલિયા પોલીસ મથકના બે કોન્સ્ટેબલ અનુક્રમે વિજય લક્ષ્મણ વાઘેલા અને ધીમંતસિંહ બળવંતસિંહ વાઘેલા નો સમાવેશ થવા જાય છે. ત્રીજાે કિસ્સો મણીનગર પોલીસ સ્ટેશન નો છે. તેમાં બે પોલીસ કર્મીઓએ વેપારીના ઘરમાં ઘુસી ચાર લાખનો તોડ કર્યો હતો.આમ ઉપરા ઉપરી તોડ પાણી અને જબરદસ્તીથી નાણાં પડાવી લૂંટ કરતા પોલીસ કર્મીઓને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ હિસ્ટીસીટર ગુનેગારો જેવું હીન કૃત્ય કરતાં ઝડપાતા સમગ્ર પોલીસ બેડા ની આબરૂ ના લીરેલીરા ઉડી રહ્યા છે.
જેથી આ બાબતે રાજ્ય પોલીસ વડાએ સમયસર કડક કાર્યવાહી કરવી જાેઇએ, તેવું આમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે ,આ સિવાય તાજેતરમાં રિલાયન્સ ચોકડી પાસે પણ એક પોલીસ મથકના ઇન્ચાર્જ એવા પોલીસ કર્મીએ એક ફૂડ કોર્ટ ચલાવતા બેરોજગાર યુવાનોને મા બેન સામેની ગાળો કાઢી હતી. અને ધંધો બંધ કરવાનું જણાવ્યું હતું.જેતે સમયે રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કોરોના કાળ વીતી જવાથી બેરોજગારોને રાહત મળે તે માટે એ ખાણી-પીણીનો વેપાર કરતાં મોટા હાઇવે ટચ જગ્યાઓ ૨૪ કલાક વેપાર કરવાનું જણાવેલ હતું તેમજ તંત્રને પણ આવા બેરોજગાર નાનોમોટો ધંધો કરતા હોય તેમને હેરાન ગતિ નહીં કરવાની શીખ પણ આપી હતી. તેમ છતાં ઇન્ફોસિટી ઇન્ચાર્જ કર્મીએ બેશરમી ભર્યુ વર્તન કરી ગાળાગાળી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com