ગુજરાતનું કહેવાતું GJ-18 મનપા બન્યા બાદ,રોડ,રસ્તા, પાણીની પાઈપલાઈન એવા ભૂંગળા નું કામ પૂરજાેશમાં ચાલુ છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ગમેતેમ કામ શરૂ કરીને બાદમાં પડતું મૂકીને જતા રહેતા અનેક રાહદારીઓ, વસાહતીઓ હેરાન થઇ રહ્યા છે, ત્યારે આડેધડ ખોદકામથી પ્રજા ત્રસ્ત થઈ જતા મેયર કોન્ટ્રાક્ટર સામે બાથ ભીડાવવા વ્યસ્ત બન્યા હતા . ત્યારે બપોરના ૪૫ ડિગ્રી તાપમાન મેયરના માથેથી પરસેવો જઈ રહ્યો છે, અને સેક્ટર- ૧૭ /૨૨ પંચદેવ મંદિર ખાતે આડેધડ ખોદકામ કરી જતા રહેલા કોન્ટ્રાક્ટરોની પુંગીઓ બજાવવા મેયર પોતે ત્યાં ઊભા રહીને કકળાટ કરી રહ્યા હતા, કહેવત છે ,કે કકળાટ શ્રમને પણ વ્હાલો ન હોય, ત્યારે મેયર પ્રજાના પ્રશ્ને શ્રમ બનીને તંત્ર સામે તડાફડી બોલાવી હતી, ત્યારે તંત્રને જણાવ્યું કે કરો કામ, હું અહીંયા જ છું.
પ્રાપ્ત વિગતો અનુસાર મેયરને અનેક રહીશોની ફરિયાદ મળી હતી, કે તંત્રને કોન્ટ્રાક્ટર કામ કરીને અડધું મૂકીને જતા રહેતા અને ખોદકામ બાદ આવન-જાવન માટે રસ્તા પર ધૂળ પણ સાફ- ન કરવામાં આવતાં વાહનો સ્લીપ થઈ જતા અને ફસાઈ જવાના બનાવો બનવા પામ્યા હતા ત્યારે પ્રજા ત્રસ્ત હતા મેયરે વ્યસ્ત થઈ ને ઉનાળાના બળબળતા ૪૫ ડિગ્રી તાપમાન મુલાકાત શરુ કરતાં કોન્ટ્રાક્ટરો માં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે મેયર ગુસ્સામાં હોવાથી તેમની ટાઢા કરવા ઠંડુ પાણી, ખુરશી લાવો, સાહેબ બેસો છાયડામાં તેમ સમજાવતાં મેયરે જણાવ્યું કે તડકામાં ભલે હું કાળો થઈ જઉં, પણ મારે આ રોડ રસ્તા પર પડેલી માટી હટાવી ને કાળા રોડ જાેઈએ, પ્રજા રોજ બરોજ હેરાન તથા વાહનો રફ્ફામાં ફસાઈ જવાની ઘટના બની રહી છે, જ્યાં સુધી આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી હું પણ તડકે તપાવો છું, કરો કામ, ત્યારે તંત્રને દોડતું કરી દીધું હતું.