ગાંધીનગર
રાજ્યમાં બેકારોની સંખ્યામાં તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે જરૂર પડે તો બોલાવે બાકી ઘરે કરો આરામ એવી હોમગાર્ડઝ ની નોકરી મેળવવા અનેક યુવાનો કચેરીના ચક્કર કાપતા હોય છે. ત્યારે હોમગાર્ડઝને દૈનિક ભથ્થું આશરે ૩૦૭ રૂપિયા મળે છે. રજા પડે અથવા રજા હોય તો પગાર ન મળે , કામ હોય તો બોલાવે બાકી ઘરે પાછા જવું પડે, ત્યારે દરેક બાબતમાં ac સેવા આપનારા હા હોમગાર્ડ જવાનો ની સવારે ૮ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી સેક્ટર- ૧૧ ખાતેના મેદાનમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગના કારણે ત્યાં ૧૦૮ ઈમરજન્સી સેવા ઉપલબ્ધ રાખવામાં આવી છે, તો ટ્રેનિંગ જાેવા જઈએ તો સવારના ૬ઃ૦૦ થી ૯ઃ૦૦ સુધી રાખવામાં આવે તેઓ પણ લોકોમાં સાંભળવામાં મળ્યું હતું. પણ અધિકારીઓને સમજાવે કોણ ? ઉનાળાના તાપમાં ટ્રેનીંગ લેતા હોમગાર્ડના જવાનું બપોરના ૧૨ વાગ્યા સુધી ટ્રેનીંગ લેતા ઘણા ચક્કર ખાઈને પડવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે, પણ અધિકારીઓ છઝ્ર મા બેસીને ેહુકમ કરતા હોય છે, ત્યારે સેક્ટર- ૧૧ ખાતે દસ મિનિટ તડકામાં ઊભા રહે તો ખબર પડે કે સ્થિતિ શું છે?૩૦૭ રૂપિયા ની હાજરી હોમગાર્ડઝ ની હોય છે, ત્યારે બેકારી કેટલી છે, તેનો આ વરવો નમૂનો છે, ભાગતા ભૂતની ચોટલી ભલી હોય તેમ જે નોકરી મળે તે ગમે ત્યાં યુવાનો રોજગારી મેળવવા પરસેવો પાડી રહ્યા છે. ત્યારે સવારની ટ્રેનિંગના બદલે તડકો નીકળી જાય એટલે સવારના ૮ થી ૧૨ ટ્રેનિંગ રાખતા અને યુવાનો બળબળતા તાપમાં શેકાઈ રહ્યા છે.
૩૦૭ રૂપિયાની ભરતીમાં બાર વાગ્યા સુધી ઉનાળામાં ટ્રેનિંગ, બળબળતા તાપમાં આ લોકો માણસ નથી?
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments