કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં જે મહાનગરપાલિકાઓનો સમાવેશ કર્યો છે, તેમાં મનપા એવી GJ-18 પણ છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરોડો નહીં પણ અબજાે રૂપિયાની ગ્રાન્ટો વિકાસ માટે આપી રહી છે. ત્યારે ઘણા જ નગરસેવકોએ બેસવાના બાંકડા, પાણીમાં કુલર, બાળકોને રમવાની પ્લે કીટ પણ નખાવી છે, ત્યારે આ કીટ લાખો રૂપિયામાં પડે છે, અને પ્રજાના પરસેવાની કમાણી થી ખરીદેલી અને ફીટ કરેલી આ ચીજ વસ્તુઓનો જ્યાં ઉપયોગ ન થતો હોય તો ત્યાં હટાવીને બીજી જગ્યાએ બાળકો જ્યાં કિલ્લોલ કરતા હોય ત્યાં ફીટ કરાવવાની પણ માંગણી ઉઠી છે.ત્યારે GJ-18 ખાતે અનેક જગ્યાએ જ્યાં આ ચીજ વસ્તુઓનો ઉપયોગ ન થતો હોય તો જ્યાં સદ ઉપયોગ થતો હોય ત્યાં ફીટ કરાવવાની માંગ ઉઠવા પામી છે.
પ્લાસ્ટિક ,કચરો વેસ્ટ માંથી બેસ્ટ બનાવીએ છીએ, તો આ જે ચીજ વસ્તુઓ બેસ્ટ છે, તેને વેસ્ટ માનસ ફેરવાય તે માટે ધ્યાન રાખવું પણ જરૂરી છે, આવી અનેક જગ્યાએ કાટ ખાઇ રહી છે, ત્યારે પ્રજાના ના પૈસા સદપયોગ થાય તે જરૂરી છે.