મોબાઈલનું ઘેલુ લાગ્યુ રે લોલ… ઉનાળાની કાળઝાળ ગરમીમાં એય કચરાના થેલા ઓશીકું બનાવીને શ્રમજીવી મોઝથી મોબાઈલમાં વિડીયો જાેઈ રહ્યા છે. ત્યારે વર્ષો પહેલા બાળકો જેના ઘરે ટીવી હોય ત્યાં વહેલા ગોઠવાઈ જાય, ત્યારે ટીવીનો તો જમાનો જતો રહ્યો છે, પણ તેનું સ્થાન મોબાઈલે લઇ લીધું છે, મોબાઈલ આવ્યા બાદ સ્કેનર, ફોટો, ટાઈપ, ટેપ, રેડીયો, આ બધું પણ હવે વિસરાઈ ગયું છે, કેસેટ વાળી ટેપ, મફતના ભાવે મળવા છતાં કોઈ લેવા નથી, આજે બસમાં, રોડ ,રસ્તા પર શાકભાજીની લારીઓ ૧૦ વ્યક્તિઓમાંથી ૭ લોકો મોબાઈલમાં મચેડતા જાેવા મળતા હોય છે. દેશમાં મોબાઇલની ક્રાંતિ આવી ગઈ છે, ભલેને પગાર હોય, પણ વ્યાજે તથા હપ્તેથી પણ મોબાઈલ ખરીદે, મોબાઈલ વગરનો ચાલે ભાઈ, આવનારા વર્ષોમાં માનસિક રોગોના દર્દીઓ પણ વધશે, તેમાં બેમત નથી, મોબાઈલ સદઉપયોગ કરો તો સારો જ છે, બાકી દુર ઉપયોગ કરો તો પણ ડેન્જર છે. આજે પૈસાપાત્ર, બંગલામાં રહેનાર આ લોકો જે મોજથી નથી જીવતા, તે મોજથી શ્રમજીવીઓ જીવી રહ્યા છે. આજથી કરો ભાઈ, કાલે કોણે જાેઈ છે. બાકી સાફ-સફાઈના કર્મચારીઓનો પગાર ભલે થોડો હોય પણ મોજથી અને દિલ થી જીવવું આ લોકો પાસેથી શીખવા જેવું છે. ત્યારે આ તસવીરમાં રોડ રસ્તા પર કચરો ભરેલા થેલાને ઓશીકું બનાવીને મોજથી પોતે તથા બાળકો વિડીયો જાેઈને ખુશ થઈ રહ્યા છે,ત્યારે છઝ્રમાં અને બંગલા માં રહીને દરેક પ્રકારની સવાલતો હોવા છતાં આપણે ખુશ રહીએ છીએ ખરા?