ગુજરાતમાં ૨૦૨૨ ની સાલમાં મોટી સંખ્યામાં લોકો રિટાયર્ડ થયા છે. ત્યારે સરકારમાં રિટાયર્ડ બાદ એક વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધી એકસ્ટેન્શન આપીને ગાડી ગબડાવે રાખતા હતા. ત્યારે નવ યુવાનો જે બે કારો છે, તેમને નોકરી મળતી નથી ,અને જે ટેકનિકલ/નોન ટેકનિકલ અધિકારી કર્મચારીઓની પાછલા બારણે સરકારમાં એવું સમજાવવામાં આવે છે કે ટેકનિકલ પોસ્ટ છે, એના વગર ચાલે નહીં, તેમ કહીને જેમનું પેન્શન ૪૦ હજારથી લઇને ૬૦ હજાર આવે છે, તે લોકો મોટા ભાગના રીટાયર્ડ બાદ સરકારી કચેરીઓમાં નોકરીમાં ચાલુ રહે છે, જેના કારણે યુવાનો ને નોકરી મળતી નથી ,ત્યારે મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા અને સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૧૧/ ૧૧ /૨૧ના ઠરાવથી ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ નિગમો/ કોર્પોરેશનમાં મુખ્યમંત્રી ની પૂર્વ મંજૂરી વગર ટેકનિકલ/ નોન ટેકનિકલ અધિકારી /કર્મચારીઓની સેવાઓનો અંત લાવવાનો રહેશે. ઉકત ઠરાવને વંચાણે લઈ ગુજરાત સરકારના વિભાગો/ ખાતાઓમાં થી તથા બોર્ડ/ નિગમ/ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટેકનિકલ/ નોન ટેકનિકલ અધિકારી/ કર્મચારીઓની સેવાઓનો અંત કરવામાં આવેલ, ત્યારે ઘણા સમયથી સરકારના વિભાગો, નિગમો, કોર્પોરેશનમાં પુનઃસ્થાપિત કરવા છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાફની ભરતી થયેલ નથી, તેમ જ અનુભવી સ્ટાફની અછત જેવા વાહિયાત કારણો દરખાસ્તમાં પ્રસ્તુત કરી દરખાસ્ત મુખ્યમંત્રીની મેળવવામાં આવી ડિલ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર જી.એડી વિભાગે ફક્ત ઠરાવ બહાર પડ્યો પણ કાગળીયા બતાવવા ખાતર, બાકી મુખ્યમંત્રી પાસે અનુભવી સ્ટાફની અછત જેવા વાહિયાત કારણો દર્શાવીને સરકારમાં ઘુષ મારવા નીચેથી ઉપર સુધી તંત્ર પોતાના મળતિયાઓને ઘુસાડવા અને ઘુસવા મથે છે અને ઘુષ પણ મારી લે છે, ત્યારે આજના નવયુવાનોને નોકરી ન મળવાનું કારણ મોટું આ છે ? ત્યારે મુખ્યમંત્રી ની મંજૂરી વગર ટેકનિકલ / નોન ટેકનિકલ સ્ટાફ ભરતી ન કરવી તે ઠરાવની ઐસી કી તૈસી કઈ રીતે કરવી અને સરકારના વિભાગોમાં અધિકારીઓની ગોઠવણી કરવાનું સંચાલન ચાલી રહ્યું છે .ત્યારે ટેકનિકલ/ નોન ટેકનિકલ અધિકારી- કર્મચારીઓ માટે કોઈ સ્ટેટસ છે, ખરૂ? ત્યારે નવા સચિવાલય અને જૂના સચિવાલય બાદ વધારે બોર્ડ ,નિગમો, કોર્પોરેશનમાં રીટાયર્ડ બાદ ઘરડાઓની ભરતી આવી હોય અને સરકારે ઘરડાઘર ખોલી હોય તેમ ઘુષ મારીને હજુ પણ સાહેલગીરી જતી નથી ,ત્યારે આના કારણે બેકાર નવયુવાનો જે ટેલેન્ટેડ છે ,તેમને રોજગારી મળતી નથી અને જે રિટાયડ થયા બાદ નોકરી કરી રહ્યા છે, તે મોટાભાગના ખાઈ પીને સુખી સંપન્ન અને તગડા પેન્શનરો છે ત્યારે આ ઘરડાઓના કારણે નવ યુવાનોની રોજગારી છીનવાઈ રહી છે.