ગુજરાતમાં ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે, ત્યારે શહેરની દિવાલો ઉપર રાજકીય પાર્ટીઓ દ્વારા એટલું બધું ચિતરામણ કરી દીધું છે કે કોઈ દિવાલ ખાલી રાખી નથી, ત્યારે આ કાયદો, નિયમો ફક્ત અને ફક્ત શું નાગરિકો અને વેપારીઓ માટે જ છે ?તંત્ર પણ ઘૂંટણિયે પડી ગયું હોય તેમ રાજકીય પક્ષોની સામે બિલ્લી બની ગયું છે. ત્યારે GJ-1 જેવા તમામ મોટાભાગના વિસ્તારોમાં તથા GJ-18 જે ગુજરાતનું પાટનગર કહેવાય છે ,ત્યાં સરકારી હોય કે પ્રાઇવેટ ,તમામ દીવાલો રાજકીય પક્ષોએ પ્રચાર થી ચિતરી નાખી છે ,ત્યારે કાયદો, નિયમો, પરિપત્રો ની ઐસી કી તૈસી સમજનારા રાજકીય પક્ષોને એક ફર ફરીયુ કાગળ જેવી પણ તંત્ર એ નોટિસ આપી નથી, ત્યારે ભાઈ અહીંયા સુરા બનો, તમામ કાયદા ,નિયમો ,નાના માણસો માટે જ કેમ ? તે પ્રશ્ન પ્રજામાં પૂછાઈ રહ્યો છે.
GJ-1 ( અમદાવાદ) અને GJ-18 (ગાંધીનગર) ખાતે મોટા ભાગની દિવાલો ઉપર રાજકીય પક્ષોએ કબજાે મેળવી લીધો હોય તેમ જ્યાં બોર્ડ ચિતરામણ કર્યા છે ,તેની ઉપર આંકડો લખવામાં આવ્યો છે, તે આંકડો જાેવા જઈએ તો આટલા બોર્ડ બનાવતા બનાવતા આટલા બનાવ્યા ,ત્યારે ૧૧૭૮ બોર્ડ ચિતરામણ દીવાલો ઉપર કરી દીધા ,જાણે દિવાલો પોતાની હોય તેમ દરેક દીવાલો જ્યાં પણ ખાલી હોય ત્યાં ચિતરી દેવાનુ,ત્યારે આ દિવાલો પણ ચિતરામણ કરનારા સામે તંત્ર ઘૂંટણિયે પડી ગયુ હોય તેવું લાગે છે.હવે બે પક્ષ બાદ ત્રીજાે પક્ષ પણ સક્રિય થયો છે. ત્યારે બધી દિવાલો હાઉસફુલ થઈ જશે તો ત્રીજાે પક્ષ ચિતરામણ ક્યાં કરશે તેવો પ્રશ્ન હવે પૂછાઈ રહ્યો છે?