દેશમાં આપની બોલબાલા, ભ્રષ્ટાચાર કા મુંહ કાલા, મંત્રી કો જેલ મેં ડાલા, અબ ઝાડું પ્રજા કા વાલા…..

Spread the love


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ હેઠળ ભ્રષ્ટાચારના આરોપો બાદ આરોગ્ય મંત્રી વિજય સિંઘલાને રાજ્ય કેબિનેટમાંથી બરતરફ કર્યા છે. મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે સિંઘલાએ ટેન્ડરોમાં કથિત રીતે એક ટકા કમિશનની માંગણી કરી હોવાની માહિતી મળ્યા બાદ તેમણે આ ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી માને પોલીસને તેમની સામે કેસ નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે.સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંઘલા પરની કાર્યવાહી બાદ મુખ્યમંત્રી ભગવંત માને ટિ્‌વટર પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે, આમ આદમી પાર્ટીનો જન્મ પ્રામાણિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે થયો છે. અરવિંદ કેજરીવાલે હંમેશા કહ્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર સહન કરશે નહીં, પછી તે પોતાનો હોય કે અન્ય કોઈપણ હોય. આરોગ્ય મંત્રી સામે ભ્રષ્ટાચારના પુરાવા મળી આવતાં જ તેમને તુરંત બરતરફ કરવામાં આવ્યા હતા. એફઆઈઆર નોંધવાનો પણ આદેશ આપ્યો છે. ભગવંત માને દાવો કર્યો હતો કે સિંઘલાએ ખોટું કર્યું હોવાનું સ્વીકાર્યું છે.
મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો છે કે દેશના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે, જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ સીધા જ પોતાના મંત્રી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હોય. તેમણે કહ્યું કે અમારી સરકાર એક ટકા પણ ભ્રષ્ટાચાર સહન નહીં કરે. પંજાબમાં લોકોએ ઘણી અપેક્ષાઓ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે, તે અપેક્ષા પર ખરા ઉતરવું આપણી ફરજ છે. ભગવંત માને વધુમાં કહ્યું કે, જ્યાં સુધી ભારત પાસે અરવિંદ કેજરીવાલ જેવા ભારત માતાના પુત્ર અને ભગવંત માન જેવા સિપાઈ છે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર સામેનું મહાયુદ્ધ ચાલુ રહેશે. તેને જડમૂળથી ઉખેડી નાખશે. આપણે બધા તેના સૈનિક છીએ. ૧% ભ્રષ્ટાચાર માટે કોઈ સ્થાન નથી. ૨૦૧૫ માં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારના કેસમાં તેમના એક મંત્રીને બરતરફ કર્યા હતા. આજે દેશમાં બીજી વખત આવું બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com